Badminton: ડેનમાર્કના એન્ડેર્સ એન્ટોનસેને જોનાથાન ક્રિસ્ટીને હરાવીને વર્ષનું ચોથું ટાઇટલ જીત્યું
ચાઇના ઓપન માસ્ટર્સ બેડમિન્ટનની મેન્સ સિંગલ્સમાં એન્ડેર્સ એન્ટોનસેને જોનાથાન ક્રિસ્ટીને હરાવીને ટાઇટલ જીતનાર ડેનમાર્કના પ્રથમ ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી હતી. યૂરોપિયન ચેમ્પિયન એન્ટોનસેને 51 મિનિટમાં પોતાના હરીફને 21-15, 21-13થી હરાવીને ચાલુ વર્ષ પોતાનું ચોથું ટાઇટલ જીત્યું હતું.
ફાઇનલ્સ રેન્કિંગના ટોચના ક્રમે પહોંચવાની રેસમાં તેણે પોતાનો દાવો વધારે મજબૂત કર્યો છે. એશિયન ચેમ્પિયન જોનાથાન સામે એન્ટોનસેને 10 મુકાબલામાં ચોથો વિજય હાંસલ કર્યો છે.પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ પોતાની પ્રથમ પ્રોફેશનલ ટૂર્નામેન્ટ રમનાર એન સેયોંગે ચીનની સ્થાનિક ખેલાડી ગાઓ ફેંગજેઇને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 22 વર્ષીય કોરિયન ખેલાડીએ 38 મિનિટમાં કોઇ પણ મુશ્કેલી વિના ફાઇનલ 21-12, 21-8ના સ્કોરથી જીતી લીધી હતી. તેણે સિઝનમાં ચોથું અને કારકિર્દીમાં 27મું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. વિમેન્સ ડબલ્સમાં ઓલ ચાઇનીઝ ફાઇનલમાં ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ લિયૂ સેંગસૂ અને તાન નિંગેએ લિ યિજિંગ અને લુઓ ઝયુમિનને હરાવીને હતી. બંનેએ ચાલુ વર્ષ છઠ્ઠું ટાઇટલ જીત્યું છે.
Source link