ચાઇના માસ્ટર્સ સુપર 750 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતની ઓલિમ્પિયન પીવી સિંધુની સફર બીજા રાઉન્ડમાં જ થંભી ગઇ હતી. સિંધુને સિંગાપુરની ખેલાડી યિઓ જિયા મિન સામે ત્રણ સેટ સુધી રમાયેલી મેચમાં 2-1થી સામનો કરવો પડયો હતો. પ્રથમ સેટને એકતરફી સ્કોર 16-21થી હાર્યા બાદ સિંધુએ બીજી ગેમમાં 21-17થી જીતીને વળતી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો.
નિર્ણાયક ગેમમાં તેણે એક સમયે 13-9ની લીડ મેળવી હતી પરંતુ જિયા મિને આક્રમક રમત દાખવવા ઉપરાંત સિંધુની ભૂલોનો ફાયદો ઉઠાવીને ગેમ 21-23થી જીતી લીધી હતી. બંને વચ્ચેની મેચ એક કલાક નવ મિનિટ સુધી રમાઇ હતી.વિમેન્સ ડબલ્સમાં અનુપમા ઉપાધ્યાય અને માલવિકા બંસોડની જોડીનો ચીનની લ્યૂ શેંગ શૂ અને ટેન નિંગની જોડી સામે 16-21, 11-21ના સ્કોરથી સીધી બે ગેમમાં પરાજય થતાં બીજા રાઉન્ડમાં તેમનું અભિયાન પૂરું થઇ ગયું હતું. અનુપમાને જાપાનની નાત્સુકી નિદાઇરા સામે 7-21, 14-21થી તથા માલવિકાને થાઇલેન્ડની સુપાનિદા કેટથોંગ સામે 9-21, 9-21થી હારનો સામનો કરવો પડયો હતો.
Source link