શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલતા જતા વૃદ્ધને કારના ચાલકે અડફેટે લઈને મોત નિપજવાના મામલે પકડાયેલા આરોપી અશોકકુમાર વિનુભાઈ દલવાડીની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી ગુના ગંભીર બાબત સાથે જોડાયેલો છે. અગાઉ પણ આવા પ્રકારના બેદરકારીભરી ગંભીર ઘટનાઓ અદાલત સમક્ષ ઉપસ્થિત થયેલી છે.
પોલીસ તપાસના દસ્તાવેજો જોતા આરોપીની ગુનામાં સ્પષ્ટ ભૂમિકા છે. આરોપી નશામાં વાહન ચલાવી શહેરના એક બુઝુર્ગ નાગરિકનો જીવ લીધો છે. ત્યારે આવા ગંભીર ગુનામાં આરોપીની જામીન અરજી નામંજૂર કરાશે તો સમાજમાં દાખલો બેસશે. આરોપી સામે સજાની જોગવાઈ જોતાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શ્રીનાથ પાર્ટી પ્લોટ નજીક સાર્થક ચાર રસ્તા પાસેથી 70 વર્ષના સુરેશભાઈ ગોપાલભાઈ વેડીયા જતા હતા ત્યારે અલ્ટો કારના ચાલકે અડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યં હતું. ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપી અશોકકુમાર વિનુભાઈ દલવાડીની ઘટનાના 21 દિવસ બાદ ધરપકડ કરી હતી. દરમિયાનમાં આરોપી અશોક દલવાડીએ ચાર્જશીટ બાદ જામીન મેળવવા અરજી કરી હતી. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, 70 વર્ષના વૃદ્ધનું આરોપીએ પોતાની કાર ગફલતભરી રીતે ચલાવીને ટક્કર મારીને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યું છે. આરોપીએ ગંભીર ગુનો આચર્યો છે. સાથો -સાથ રસ્તા પર ચાલતા સામાન્ય જનતાની સલામતીનો પ્રશ્ન છે.
Source link