કિડની હોસ્પિટલમાં બોગસ ડિગ્રીથી નોકરી લેવાના મામલે ઝડપાયેલ આરોપીના જામીન સેશન્સ કોર્ટે ફ્ગાવી દીધા છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, જે યુવકે નોકરી લીધી તેને બોગસ ડિગ્રી હાલના આરોપીએ આપી હતી. તેથી તેની મુખ્ય મુમિકા છે, આખાય પ્રકરણમાં આરોપીની સીધી સંડોવણી છે ત્યારે આવા આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયોચિત જણાતો નથી.
બોગસ ડિગ્રીથી નોકરી લેવા મામલે ઝડપાયેલ બિપીન જાદવે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે ફ્સાવી દેવામાં આવ્યો છે, મે કોઇને નોકરી અપાવી નથી, કાયમી વસવાસ કરીએ છીએ, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ. જો કે, અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે, આરોપીનું ફ્રિયાદમાં પહેલાંથી જ નામ છે, આરોપીએ બોગસ ડિગ્રી બનાવડાવી હતી અને તેના આધારે એક યુવકે કિડની હોસ્પિટલમાં નોકરી મેળવી લીધી છે, આખુંય કૌભાંડ બહાર આવ્યા બાદ યુવકને નોકરીમાંથી છુટો કરી દીધો છે,આરોપી સહ આરોપી જયેશ મકવાણાને સૌરાષ્ટ્ર યુનિ.ની બોગસ માર્કશીટ અપાવી હતી તે પુરવાર થયું છે.
Source link