Life Style

Banana in Winter : શિયાળામાં કેળા ખવાય ? જાણો સ્વાસ્થ્ય પર શું અસર થાય

જો તમે દરરોજ તમારા આહારમાં ફળોનો સમાવેશ કરો છો, તો તમને એ પણ ખબર હશે કે ફળો ખાવાનો યોગ્ય સમય કયો છે. બપોરે ફળો ખાવા શ્રેષ્ઠ છે. ફળો ખાધા પહેલા કે પછી તરત જ ખોરાક ન ખાઈ શકાય,નહિતર ફળો પણ નુકસાન પહોંચાડી શકે છે.

1 / 10

ઘણા લોકો શરદી અને ખાંસી થાય ત્યારે કેળા ખાવાનું ટાળે છે. તેમને લાગે છે કે કેળા ખાવાથી શરીરમાં કફ વધે છે, જેના કારણે શરદી કે ખાંસી મટવામાં ઘણો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે કેળામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે.કેળા શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે અને તમને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરી શકે છે. કેળામાં હાજર 100 કેલરી શરીરને ઉર્જા પૂરી પાડે છે.

2 / 10

સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે કેળામાં રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે. તેથી કેળા ખાવા દરેક ઋતુમાં ફાયદાકારક છે પરંતુ જો તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ હોય, તો તેને ઓછી માત્રામાં જ ખાઓ.

3 / 10

શિયાળાની ઋતુમાં હાડકા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. દરરોજ જરૂરી માત્રામાં કેલ્શિયમનું સેવન કરવાથી હાડકાની ઘનતા જાળવી રાખવામાં મદદ મળે છે અને તેમને મજબૂત બનાવવામાં મદદ મળે છે. કેળામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન, ફોલેટ, નિયાસિન, રિબોફ્લેવિન અને બી6 જેવા તમામ જરૂરી વિટામિન અને ખનિજો જોવા મળે છે. આ બધા પોષક તત્વો તમને સ્વસ્થ રાખે છે

4 / 10

કેળામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. દ્રાવ્ય ફાઇબર પાચનક્રિયાને ધીમી કરે છે.આનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં કેળા ખાવાનું પસંદ કરે છે  જેથી તેમને ઝડપથી ભૂખ ન લાગે. આયુર્વેદ અનુસાર રાત્રે કેળું ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે ખાંસી અને શરદીમાં વધારો કરી શકે છે.

5 / 10

કેળા ખાવાથી હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરથી બચી શકાય છે.નિષ્ણાતો ના કહ્યા પ્રમાણે ફાઇબરયુક્ત ખોરાક હૃદય રોગ અને કોરોનરી ધમની રોગને રોકવામાં મદદ કરે છે. કેળામાં હાજર પોટેશિયમ હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, અને મનને પણ સતર્ક રાખે છે.

6 / 10

જો તમને મધ્યરાત્રિએ ભૂખ લાગે છે અથવા કંઈક મીઠી ખાવાની ઇચ્છા થાય છે, તો તમારા આહારમાં કેળાનો સમાવેશ કરો. કેળા તમને ખાંડ અને ઉચ્ચ કેલરીવાળા ખોરાક ખાવાનું ટાળવામાં મદદ કરશે.વિટામિન અને ફાઇબરથી ભરપૂર હોવા ઉપરાંત કેળા મધ્યરાત્રિમાં ભૂખને શાંત કરવામાં પણ મદદ કરે છે. જો તમે સાંજે જીમમાં જાઓ છો અથવા કોઈપણ પ્રકારની કસરત કરો છો તો  કેળું ખાવાની આદત પાડો.

7 / 10

માતા-પિતા ઘણીવાર આ પ્રશ્ન પૂછે છે કે શિયાળામાં બાળકોને કેળા આપવા જોઈએ કે નહીં. એક કેળામાં લગભગ 100 કેલરી હોય છે અને તે શરીરને ઉર્જા પૂરી પાડે છે.  તેથી, બાળકોને દરેક ઋતુમાં કેળા ખાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જોકે ઉનાળો હોય કે શિયાળો જો બાળકને ઉધરસ હોય,તો તેનું સેવન રાત્રે ન કરવું જોઈએ.

8 / 10

જે લોકોને દાંત સંબંધિત સમસ્યાઓ છે તેમણે કેળાનું સેવન ન કરવું જોઈએ.આ ઉપરાંત માઈગ્રેનથી પીડાતા દર્દીઓએ પણ તેનાથી અંતર રાખવું જોઈએ.આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસ છે તેમના લોહીમાં સુગરનું સ્તર કેળું ખાવાથી વધી શકે છે.જો સુગરનું સ્તર બગડે છે,તો તે અનિદ્રા અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

9 / 10

જે લોકોનું પાચનતંત્ર મજબૂત હોય છે, તેઓ રાત્રે દૂધ અને કેળાનું સેવન કરી શકે છે. કેળું તેમને ઉર્જા પ્રદાન કરે છે અને શરીરને પોષણ આપે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. )

10 / 10

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો હાઈ બ્લડ પ્રેશરને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button