એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની વરણી થઈ છે. તો વાઈસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરાઈ છે. ભાજપે મેન્ડેટ આપી ચેરમેન, વાઈસ ચેરમેનની વરણી કરી. બનાસબેંકના ચેરમેન સવસિંહ ચૌધરી અને વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરની ટર્મ પુરી થતા ચૂંટણી યોજાઈ હતી.
બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેન્ક બનાસબેંકના ચેરમેનપદ માટે આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે ચૂંટણી યોજાઈ.હતી જેમાં ભાજપ પક્ષ દ્વારા ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતર મેન્ડેટ આપતા બેંકના ચેરમેન તરીકે ડાયાભાઇ પીલિયાતરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી તો વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી કરાઈ હતી, જ્યાં બનાસડેરીના ચેરમેન અને બેંકના ડિરેક્ટર શંકર ચૌધરી સહિત બનાસ બેંકના નિયામક મંડળે નાવનિયુક્ત ચેરમેનને મોં મીઠું કરાવી ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેનની ચૂંટણી આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી,જેમાં બનાસબેન્કના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ભાજપ પક્ષ દ્વારા બનાસબેંકના ચેરમેનપદ માટે બનાસબેન્કના કાંકરેજના ડિરેક્ટર ડાયાભાઈ પીલિયાતરના નામનું મેન્ડેટ આપતાં સર્વાનુમતે બનાસબેન્કના નવા ચેરમેન પદ માટે ડાયાભાઈ પીલિયાતરની વરણી કરવામાં આવી હતી..તો વાઇસ ચેરમેન તરીકે રાધનપુરના ડિરેકટર કેશુભા પરમારની વરણી કરાઈ હતી.
ડાયાભાઈ પીલિયાતર ચેરમેન બનતા અને કેશુભા પરમાર વાઇસચેરમેન બનતા બનાસડેરીના ચેરમેન અને બનાસબેન્કના ડિરેક્ટર શંકર ચૌધરી સહિત બનાસબેકના ડિરેક્ટરોએ તેમને ફુલહાર પહેરાવીને તેમનું મો મીઠું કરાવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી તો નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનના સમર્થકોમાં ખુશી ફેલાઈ હતી..જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં ડાયાભાઈ પીલિયાતરની બિનહરીફ ચેરમેન તરીકે વરણી થતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.અને ભાજપ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માની ખેડૂતોના હિતમાં કામ કરવાની ખાતરી આપી હતી.
Source link