GUJARAT

Banaskantha: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ભંગાણ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં લલઘુમતી મોરચાના પ્રમુખ સહિત 52 લોકોનું રાજીનામું આપ્યું છે. બે નેતાઓને ઇશારે લઘુમતી સમાજનો અવાજ દબાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

એક તરફ સ્થાનિક સ્વરાજ્ય તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. જેને લઈ રાજકીય પાર્ટીઓ એલર્ટ મોડમાં છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલે પહોંચી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થયું છે. સામાન્ય રીતે માઈનોરીટી વોટબેંકને કોંગ્રેસ પોતાની સિક્યોર વોટબેંક ગણતું હોય છે પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બનાસકાંઠા જિલ્લા માઈનોરીટી સેલના પ્રમુખ સાજીદ મકરાણી સહિત માઈનોરીટી સેલના અનેક લોકોએ માઈનોરીટી સેલના હોદ્દા સહિત કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. જોકે માઈનોરીટી સેલના પ્રમુખ સાજીદ મકરાણીએ રાજીનામું આપતા પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને પ્રદેશના નેતા દિનેશ ગઢવી પર તેમજ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઝાકીર ચૌહાણ પર આક્ષેપો કર્યા અને કહ્યું કે આ બંને નેતાઓ મુસ્લિમ સમાજને કંઈક ગણતા નથી.

દિનેશ ગઢવી આરએસએસની વિચારધારા ધરાવે છે અને તેઓ નાનામાં નાના કાર્યકરને નડવા તેમજ દૂર કરવાનું કામ કરે છે. તો સાથે જ સાજીદ મકરાણીએ પાલિકાના કોંગ્રેસના નગરસેવક અબરાર શેખ પર પણ આક્ષેપ કર્યા અને કહ્યું કે અબરાર શેખ દિનેશ ગઢવી અને ઝાકીર ચૌહાણ ની વાતોમાં આવી તેમનો વોર્ડ મુસ્લિમ વિસ્તાર હોઇ ત્યાં કામ થવા દેતા નથી અને પાલિકામાં રજૂઆત કરવા જઈએ તો અબરાર શેખ અમારી મુસ્લિમ સમાજની દીકરીને ઘરે આવીને ધમકી આપી જાય…જોકે આ તમામ બાબતોને લઈ જિલ્લા કોંગ્રેસના પ્રમુખથી લઈ દિલ્હી સુધી રજૂઆત કરવા છતાં ય કોઈ ઉકેલ ન આવતા હોવાના આક્ષેપો સાથે માઈનોરીટી સેલના પ્રમુખ સાજીદ મકરાણી, મહિલા પ્રમુખ મરિહમ મિર્ઝા સહિતના લોકોએ પોતાના પદ અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું ધરી દેતા હડકંપ મચ્યો છે, જે માઈનોરીટી સમાજને કોંગ્રેસ પોતાની વોટબેંક ગણતું હતું. તે માઈનોરીટી સેલ જ બનાસકાંઠામાં અત્યારે તો કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button