GUJARAT

Banaskanthaના પશુપાલકો સાવધાન, ભેજાબાજોએ ફેક લીંક બનાવી છેતરવાનો ખેલ પાડ્યો

બનાસકાંઠામાં લીંક ઓપન કરતા રૂપિયા 3.80 લાખ ઉપડી ગયા હતા. જેમાં ગઠિયાએ મોકલેલી લીંક ઓપન કરતા પશુપાલકો છેતરાયા છે. ભેજાબાજોએ ફેક લીંક બનાવી છેતરવાનો ખેલ પાડ્યો છે. વડગામના 4 પશુપાલકોના રૂપિયા 3.80 લાખ ઉપડી ગયા છે. તેમાં પોલીસે આવી કોઈપણ લીંક ઓપન ન કરવા સલાહ આપી છે.

પોલીસે આવી કોઈ લિંક ઓપન ન કરવા અને 1930 પર ફરિયાદ કરવાની સલાહ આપી

શહેરમાં પીએમકેવાયની લીંક ઓપન કરતા 4 પશુપાલકોના રૂપિયા 3.80 લાખ ઉપડી ગયા છે. ગ્રુપમા લિંક મૂકતા અન્ય જગ્યાએ નાણા ટ્રાન્સફર કરવા જતાં છેતરપિંડી થઇ છે. જેમાં વડગામના મુમનવાસ અને સક્લાનાના પશુપાલકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે. જેમાં પોલીસે આવી કોઈ લિંક ઓપન ન કરવા અને 1930 પર ફરિયાદ કરવાની સલાહ આપી છે. આ ડીજીટલ યુગમાં ઘર બેઠા જ ઘણા કામ સરળતાથી થઈ જતા હોય છે. પરંતુ આ કામ કરતી વખતે સાવધાની પણ રાખવી ખૂબ જ જરૂરી છે. દુનિયામાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા પણ ખૂબ જ વધી રહ્યા છે. જેમાં એક નાની ભૂલ તમારા ખાતામાંથી લાખો રૂપિયા પડાવી શકે છે.

લિંક ઓપન કરતા ખાતામાંથી રૂપિયા 16 લાખ ઉડી ગયા હતા

તાજેતરમાં જ પૂણેનો એક કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં 66 વર્ષીય એક વ્યક્તિ ઓનલાઈન ગેસનું બિલ ચૂકવવા જતા તેમના ખાતામાંથી રૂ.16 લાખ ઉડી ગયા હતા. એક છેતરપિંડી કરનારે પીડિતાનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કર્યો અને તેને 514 રૂપિયાનું ગેસ બિલ ચૂકવવાનું કહ્યું હતુ. છેતરપિંડી કરનારે પીડિતાને તરત જ બિલ ચૂકવવા માટે દબાણ કર્યું હતું અને એક લિંક મોકલી હતી. આ લિંકની સાથે તેણે પીડિતાને જણાવ્યું હતું કે કઈ રીતે સરળતાથી બિલ ભરી શકાય છે. એવામાં પીડિતાએ બિલ ભરવા માટે તેના ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જેમાં લિંક ઓપન કરતા ખાતામાંથી રૂપિયા 16 લાખ ઉડી ગયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button