બનાસકાંઠા લાખણી APMCમાં 8 સભ્યોને નોટિસ આપવામાં આવી છે. જેમાં ભાજપ સામે મોરચો માંડનાર 8 સભ્યોને નોટીસ આપવામાં આવી છે. પક્ષ વિરૂઘ્ધ ચૂંટણી લડનારને નોટીસ આપવામાં આવી છે. લાખણીમાં બળવાખોરને ભાજપ સસ્પેન્ડ કરશે. જેમાં કેશાજી ચૌહાણની સામે મોરચો માંડ્યો હતો. તથા ભાજપના જ આગેવાને સભ્યો ઉભા કર્યાની ચર્ચા છે.
ભાજપ સામે મોરચો માંડનાર આઠ સભ્યોને નોટીસ આવી
લાખણી એપીએમસીમાં ભાજપ સામે મોરચો માંડનાર આઠ સભ્યોને નોટીસ આવી છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ બનાસ બેંકની જેમ લાખણીમાં બળવાખોરને સસ્પેન્ડ કરશે. બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરૂઘ્ધ ચૂંટણી લડનારને મતદાનની પૂર્વ સંધ્યાએ જ નોટીસ આપી સંતોષ માન્યો છે. જેમાં કેશાજી ચૌહાણની સામે ભાજપના જ આગેવાને સભ્યો ઉભા કર્યા હોવાની ચર્ચા છે. ભાજપ સામે ચૂંટણી લડનાર આ આઠ લોકોને નોટીસ આપી છે તેમાં હીરાભાઈ કરશનભાઈ રબારી (નાના કાપરા) ખેડૂત પ્રતિનિધિ, નાગજીભાઈ ચમનાજી રબારી (જસરા) ખેડૂત પ્રતિનિધિ, પાચાભાઈ જીભાભાઈ રબારી (લાખણી) ખેડૂત પ્રતિનિધિ છે.
ધીરજભાઈ પ્રતાપભાઈ દરજી (વાસણા) વેપારી પ્રતિનિધિ છે તેમને નોટિસ અપાઇ
તેમજ માલાભાઈ નારણભાઈ રબારી (ગોઢા) ખેડૂત પ્રતિનિધિ, હીરાબેન મફાભાઈ કળોતરા (ગોઢા) તથા જયેશભાઈ કાળુભાઈ ચૌધરી (ગેળા) ખેડૂત પ્રતિનિધિ, પરબતભાઈ કાનાભાઈ રબારી (કાતરવા) ખેડૂત પ્રતિનિધિ તથા ધીરજભાઈ પ્રતાપભાઈ દરજી (વાસણા) વેપારી પ્રતિનિધિ છે તેમને નોટિસ આપવામાં આવી છે.
Source link