બનાસકાંઠાના ટુ વ્હીલર વાહન માલિકો માટે પસંદગીના નંબર મેળવવા માટે રી-ઓકશન યોજાશે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી પાલનપુર દ્વારા મોટર સાયકલ (ટુ વ્હીલર) માટે નવી સીરીઝ GJ 08 DL 0001થી 9999 સુધી નવી સિરિઝના નંબરો ફાળવવામાં આવશે.
અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે
RTO પાલનપુર દ્વારા તમામ ટુ વ્હીલર (મોટર સાયકલ) વાહન માલિકોને જણાવવામાં આવ્યું છે કે ટુ વ્હીલરની નવી સિરિઝ GJ 08 DL 0001થી 9999 સુધી 28 ઓક્ટોબર 2024થી શરૂ કરવામાં આવશે. જે માટે વાહનનું રજીસ્ટ્રેશન કરાવીને પોતાનો પસંદગીનો નંબર મેળવવા માટે Parivahan.gov.in પર પસંદગીના નંબર માટે ઓન ઓનલાઈન 24*7 કલાક રજાના દિવસોમાં પણ સંબંધિત અરજદારો અરજી કરી શકશે.
26 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર 2024ના રોજ AUCTIONનું બિડીંગ ઓપન થશે
પસંદગીનો નંબર મેળવવા માટે જે 24 ઓક્ટોબર 2024થી 26 ઓક્ટોબર 2024 સુધી ઓક્શન માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે અને ત્યારબાદ 26 ઓક્ટોબર 2024થી 28 ઓક્ટોબર 2024ના રોજ AUCTIONનું બિડીંગ ઓપન થશે. 28 ઓક્ટોબર 2024ના રોજ રજિસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી પાલનપુર ખાતે જમા કરાવવાનું રહેશે. આ સાથે જ સિલ્વર અને ગોલ્ડન સિવાયના રેગ્યુલર નંબરો માટે સિરિઝ તારીખ 28 ઓક્ટોબર 2024થી શરૂ થશે.
RTOને થશે મોટી આવક
તમને જણાવી દઈએ કે ઘણા વાહન માલિકો પોતાનો પસંદગીનો નંબર કે અન્ય લકી નંબર વાહન માટે લેવા માટે લાખો રૂપિયા સુધીનો ખર્ચ કરતા હોય છે અને જેને લઈને RTOને પણ મોટી આવક થતી હોય છે, જેને લઈને RTO દ્વારા આવા નંબરોની હરાજી કરવામાં આવે છે અને તેમાં ઘણા લોકો ભાગ લેતા હોય છે.
બનાસકાંઠા પહેલા જૂનાગઢમાં ઈ-ઓક્શન યોજાયું હતું
તમને જણાવી દઈએ કે પોતાની પસંદગીનો વાહન નંબર મેળવવા માટે જૂનાગઢમાં ઈ-ઓકશનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘણા લોકોને પોતાના કે તેમના બાળકોની જન્મ તારીખ કે પછી લકી નંબરને પોતાના વાહનની નંબર પ્લેટ બનાવી ગમતી હોય છે. આવા લોકો માટે જૂનાગઢમાં નવી સિરીઝનું ઈ-ઓક્શન યોજવામાં આવ્યું હતું. આ ઈ-ઓક્શનમાં રજિસ્ટ્રેશન 15 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 4 વાગ્યે શરૂ થયું હતું અને તે 17 ઓક્ટોબર 2024ના રોજ સાંજે 4 વાગ્યે બંધ થયું હતું. પસંદગીના વાહન નંબર મેળવવા માટે ઈ-ઓક્શન 17 ઓક્ટોબર 2024ના રોજ સાંજે વાગ્યે શરૂ થયું હતું.
Source link