GUJARAT

Banaskantha Vav Election : ગેનીબેનના કૌંટુંબિક કાકા ભુરાજી ઠાકોરે ફોર્મ ખેંચ્યું પરત

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ખરાખરીનો રાજકીય ખેલ જામવા જઈ રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે ફરી સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે,સાંસદ ગેનીબેન ઠાકોરના કાકાએ ભાજપને સમર્થન આપ્યું છે અને અપક્ષમાંથી જે ફોર્મ ભર્યુ હતુ તે આજે પરત ખેચ્યું છે.ભુરાજી ઠાકોરે ભાજપને સમર્થનની જાહેરાત કરી છે.

ફોર્મ ખેચ્યું પરત

બનાસકાંઠા વાવ પેટાચૂંટણીને લઇ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે.ગેનીબેનના કૌટુંબિક કાકા ભૂરાભાઈ ઠાકોર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા સુઈગામ પ્રાંત કચેરીએ પહોંચ્યા છે.ભાજપને સમર્થન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે તેમના જ કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા પછી ઠાકોર સમાજમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે કારણ કે, કોંગ્રેસ અને ગેનીબેનનો ગઢ કહેવાતી વાવ બેઠક પરથી ગેનીબેનના પરિવારના સભ્યે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.

આચારસંહિતા લાગુ

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

1-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪

2-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪

3-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪

4-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button