બનાસકાંઠાના દાંતીવાડા પાસે આવેલ નાની ભાખર ગામે પહાડમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઇસ્માની માતાજી ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત કથાનું આયોજનની તૈયારી પૂર જોશમાં ચાલી રહી છે અને આગામી તા.17 નવેમ્બરથી શરૂ થનાર ભાગવત્ કથાનું આયોજન પૂર્ણ થયેલ છે ત્યારે જિલ્લાવાસીઓને ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે.
બનાસકાંઠાના દાંતીવાડા ડીસા રોડ પર આવેલ પહાડમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી ઇસ્માની માતાજી ખાતે દિગમ્બર શ્રી 1008 ખુશાલભરતી મહારાજ દ્વારા ચર્તુમાંસમાં રહીને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે શ્રીમદ ભાગવત્ કથા સપ્તાહ અને 108 કુંડી સહસ્ત્ર્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેમાં દિગમ્બર 1008 ખુશાલ ભારતી મહારાજ તેમજ મહંત શ્રી 1008 રઘુનાથગિરીજી મહારાજ દ્વારા આયોજન કરી તા.17 થી 24 નવેમ્બર સુધી વ્યાસ પૂજ્ય રમેશભાઈ ઓઝાના શ્રીમુખે કથાનું આયોજન કરવામાં આવેલ જેમાં બપોરે એકથી પાંચ સુધી કથા યોજાશે જ્યારે સાંજે વિવિધ ગુજરાત અને રાજસ્થાનના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાજભા ગઢવી, માયાભાઇ આહીર, સુરેશ ગેલોત, દેવપગલી, ગોપાલ સાધુ, પ્રકાશ માળી બાલોત્રા, કિર્તીદાન ગઢવી સહિત પ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ વિશે ખુશાલ ભારતી મહારાજએ જણાવ્યું હતું કે, કાર્યક્રમની શરૂઆત તા.15 નવેમ્બરથી થશે અને તા.25 નવેમ્બર સુધી ચાલશે. જેમાં કથા, યજ્ઞ, લોકડાયરાનું આયોજન કરેલ છે તો સમગ્ર જિલ્લાના ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. જ્યારે ભગવાત્ કથાના મુખ્ય યજમાન પી.એન.માળીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં પ્રથમ વખત ભાઈ રમેશભાઈ ઓઝાના મુખે કથાનું આયોજન છે અને 16 મી પોથીયાત્રા ડીસા નિવાસ સ્થાનેથી નીકળશે તો તમામ ભક્તોને લાભ લેવા આહવાન છે. જ્યારે રઘુનાથજી મહારાજે જણાવ્યુ હતું કે, મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા સાથે નવ કુંડી યજ્ઞ અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આવનાર ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિગ, ભોજન પ્રસાદ, બેસવા માટેની સુંદર વ્યવસ્થા કરાઈ છે તો બનાસકાંઠાની ધર્મ પ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આહવાન કરાયું છે. આ કથા વાસની 108 કુંડી યજ્ઞ માટે યજ્ઞશાળા બનાવવામાં આવી છે સાથે કથા સાંભળવા પચાસ હજાર ભક્તો બેસી શકે તેવું સમિયાણુ તૈયાર કરાયું છે. સાથે રોજે હજારો લોકો ભોજન પ્રસાદ લઇ શકે તે માટે પણ અલાયદી વ્યવસ્થા કરાઈ છે સાથે બે કિલોમીટર રોડની બન્ને સાઈડ પાર્કિગની વ્યવસ્થા કરાઈ છે. અને આવનાર ભક્તો માટે ઠેર ઠેર પાણી ની વ્યવસ્થા પણ કરાઈ છે. આ કાર્યક્રમ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જિલ્લામાં પ્રથમ વખત અલાયદી વ્યવસ્થા સાથે હજારો કાર્યકરો નિસ્વાર્થ ભાવે સેવામા ખડેપગે જોવા મળી રહ્યા છે સતત એક મહિનાથી ચાલી રહેલી તૈયારી હવે પૂર્ણતા ના આરે છે. ગુજરાત, રાજસ્થાન ભરમાંથી રાજકીય નેતાઓ, મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, દાનવીરો, સંત મહાત્માઓ, ઉપસ્થિત રહેશે.
Source link