રાજયમાં થરાદને મળશે વધુ એક RTO ઓફિસ મળશે તેવી જાહેરાત વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી છે.શંકર ચૌધરીના સ્નેહમિલન કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી છે.નવી આરટીઓ ઓફિસ થરાદમાં જલદી ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે જેને લઈ સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે,પહેલા થરાદના સ્થાનિકોને લાયસન્સને લગતી કામગીરી માટે અન્ય તાલુકામાં જઉ પડતું હતુ.
નવી RTO ઝડપથી થરાદમાં ખોલાશે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા અને તેમણે અલગ-અલગ મુદ્દે ચર્ચાઓ પણ કરી હતી ત્યારે હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે થરાદમાં અલગ નવી આરટીઓ કચેરી ખોલવામાં આવશે,શંકરભાઈની લાગણી હતી કે આરટીઓના કામ માટે લોકોને થરાદથી દૂર જવું પડી રહ્યું છે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.15 દિવસ પહેલા બધી કામગીરી ચાલુ થઈ ગઈ છે અને ઝડપથી એ કામ પૂર્ણ કરવામાં આવશે.
સ્થાનિકોમાં ખુશીનો માહોલ
બનાસકાંઠાના થરાદમાં નવી આરટીઓ બનશે તેવી જાહેરાત કરવાની સાથે જ સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો હતો,પહેલા લાયસન્સ કઢાવવા માટે પાલનપુર કચેરીએ જઉ પડતું હતુ જેના કારણે સમયનો પણ વેડફાટ થતો હતો હવે થરાદના સ્થાનિકોનો સમય બગડશે નહી અને તેમને થરાદ તાલુકામાં જ કચેરીમાંથી નવું લાયસન્સ મળી રહેશે.આ લાયસન્સ માટે ટેસ્ટ પણ કચેરીમાં જ લેવામાં આવશે એટલે એક જ જગ્યાએથી તમામ કામગીરી કરવામાં આવશે.
વર્ષ 2025 સુધીમાં તૈયાર થઈ જશે બિલ્ડીંગ
હર્ષ સંઘવીએ કહ્યું કે વર્ષ 2025 સુધીમાં આ આરટીઓ કચેરીનું લોકાર્પણ પણ કરી દેવામાં આવશે અને જમીન પણ ફળવાઈ ગઈ છે,શંકર ચૌધરીની માગ પર મહોર વાગી છે,ત્યારે થરાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે લાયસન્સની કામગીરી માટે દૂર જઉ નહી પડે,હર્ષ સંઘવીએ થરાદના સ્થાનિકોને નવા વર્ષની ભેટ આપી હતી.