ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ બાદ ત્રણ T20 મેચોની સિરીઝ રમાશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં નઝમુલ હસન શાંતોને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. યુવા અને અનુભવી ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે.
મેહદી હસન મિરાજ 14 મહિના બાદ પરત ફર્યો
ઓલરાઉન્ડર મેહદી હસન મિરાઝ ભારત સામેની T20 સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમમાં પરત ફર્યો છે અને તેણે 14 મહિના બાદ T20 ટીમમાં વાપસી કરી છે. તેણે 2023માં બાંગ્લાદેશ માટે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેની પાસે અનુભવ છે, જે બાંગ્લાદેશ માટે ઉપયોગી થઈ શકે છે. મેહદી હસને 25 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 248 રન અને 13 વિકેટ ઝડપી છે. ઓપનર પરવેઝ હુસૈન ઈમોન અને રકીબુલ હસનને પણ ટીમમાં જગ્યા મળી છે.
ભારત સામેની T20 સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમ
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસેન ઈમોન, તૌહીદ હ્રિદોય, મહમૂદ ઉલ્લાહ, લિટન દાસ, ઝેકર અલી અનીક, મેહદી હસન મિરાજ, શાક મહેદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, તંજીમ હસન સાકિબ, રકીબુલ હસન.
બંને ટીમો વચ્ચે આ રીતે હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 T20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમે 13માં જીત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ એક મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી T20 મેચ T20 વર્લ્ડકપ 2024માં થઈ હતી, જ્યારે ભારતીય ટીમે આ મેચ 50 રને જીતી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની T20 સિરીઝનું શેડ્યૂલ
- પહેલી T20- શ્રીમંત માધવરાવ સિંધિયા સ્ટેડિયમ, ગ્વાલિયર, 6 ઓક્ટોબર
- બીજી T20- અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી, 9 ઓક્ટોબર
- ત્રીજી T20- રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ, 12 ઓક્ટોબર
Source link