- સોમવારે દેશભરમાં રક્ષાબંઘન પર્વની ધૂમધામથી ઉજવણી થશે
- રક્ષાબંધન તહેવાર હોવા છતાં ઘણા રાજ્યોમાં બેંકો બંધ, કેટલાક રાજ્યોમાં ચાલુ રહેશે
- બહેનો પોતાના ભાઈને હાથે રાખડી બાંધી જીવનભર પ્રેમ અને રક્ષાનું વચન લેતી હોય છે
આગામી સોમવારે આખા દેશમાં ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી જીવનભર પ્રેમ અને રક્ષાનું વચન લેતી હોય છે. આવામાં જો તમારે બેંક સાથે સંકળાયેલ કોઈ જરૂરી કામ પતાવવાનું હોય તો સવાલ થશે કે સોમવારે તો બેંક ખુલ્લી રહેશે કે બંધ. જાણી લો કે સેમવારે દેશના ઘણા રાજ્યોમાં રજા રહેશે. જયારે કેટલાક રાજ્યોમાં બેંક સામાન્ય દિવસોની જેમ કામ કરતી રહેશે.
સોમવારે આ રાજ્યોમાં બેંકો બંધ રહેશે
19 ઓગસ્ટે સોમવારના દિવસે રક્ષાબંધનનો તહેવાર સિવાય ઝૂલણા પૂર્ણિમા અને વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદૂરનો જન્મદિવસ પણ છે. આવામાં દેશના ઘણા શહેરો જેવા અગરતલા, અમદાવાદ, ભુવનેશ્વર, દહેરાદૂન, જયપુર, કાનપુર, લખનઉં અને શિમલામાં બેંકો બંધ રહેશે, જ્યારે દેશના બીજા વિસ્તારોમાં બેંકો સામાન્ય રીતે ચાલુ રહેશે.
બેંક બંધ હોવા છતાં કામ નહિ અટકે
બેંક એક જરૂરી નાણાકીય સંસ્થા છે. આવામાં બેંકોમાં લાંબી રજાઓ હોવાથી લોકોનાં જરૂરી કામ જેમ કે રોકડ ઉપાડ, એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાંસફર કરવા, ચેક જમા કરવો વહેરે જેવા કામ અટકી જતા હોય છે. પરંતુ બદલાતી ટેક્નોલૉજીએ આ ચીજોને સરળ બનાવી નાખી છે. તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાંસફર કરવા નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરી શકે છો. કેશ ટ્રાંઝેક્શન માટે એટીએમનો ઉપયોગ કરી શકો છો.
ઓગસ્ટમાં બીજા દિવસોએ રજા રહેશે
20 ઓગસ્ટ 2024ના દિવસે શ્રી નારાયણ ગુરુ જયંતીના કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે. જ્યારે 24 ઓગસ્ટે ચોથા શનિવારને લીધે આખા દેશમાં બેંકોમાં રજા રહેશે. તો વળી 25 ઓગસ્ટે રવિવારને લીધે બેંકમાં રજા રહેશે. 26 ઓગસ્ટે આખા દેશમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નઈ, દહેરાદૂન, ગંગટોક, હૈદ્રાબાદ, જયપુર, જમ્મુ-કાશ્મીર, કાનપુર, લખનઉ, કોલકાતા, શિમલા અને શિલાંગમાં બેંકો બંધ રહેશે. જો તમારે ઓગસ્ટમાં કોઈ જરૂરી નાણાકીય કાર્ય કરવાનું હોય તો બેંકની રજાની યાદી જોઈને કામનું આયોજન કરો.
Source link