આજે શનિવાર સાતમી સપ્ટેમ્બરમાં દેશભરમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવી રહી છે. તો ગણપતિ મહોત્સવ નિમિત્તે બેંકોની રજા રહેશે? આ સવાલ ઘણા લોકોનાં મનમાં ઘુમરાતો હોય છે. તો આનો જવાબ છે, હા. દેશના ઘણા રાજ્યોમાં આજે ખાનગી બેંકોની રજા છે. ત્યારબાદ રવિવારને લીધે આવતીકાલે પણ બેંક બંધ રહેશે. આજે ગણેશ ચતુર્થી અને જૈનોનું પર્વ સંવત્સરી હોવાથી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, ગોવા, આંધ્ર પ્રદેશ અને ગોવામાં બેંકોમાં રજા રહેશે.
આમ તો આજકાલ મોટાભાગનું બેંકિંગ કામ ઓનલાઈન જ થઈ જતું હોય છે. બેંકના મોબાઈલ એપ પર તમામ પ્રકારની સર્વિસ મળી રહેતી હોય છે. પરંતુ છતાં લોન લેવા જેવા કામ છે, જે માટે બેંક બ્રાંચ જવું પડતું હોય છે. પરંતુ તમે બેંક શાખા જાવ અને ત્યાં બંધ હોય તો? તમારું કામ રોકાઈ જશે અને સમય પણ બરબાદ થશે. આનાથી બચવા માટે તમને પહેલાથી ખબર હોવી જોઈએ કે તમારી બેંક ક્યારે બંધ રહેવાની છે. મહિનાના દર રવિવારે અને બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા રહેતી હોય છે.
સપ્ટેમ્બર મહિનામાં આ તારીખો બેંક બંધ રહેશે
તારીખ | રજા | રાજ્ય |
સાતમી સપ્ટેમ્બર | ગણેશ ચતુર્થી, સંવત્સરી | ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ |
આઠ સપ્ટેમ્બર | રવિવાર | – |
14 સપ્ટેમ્બર | પ્રથમ ઓણમ | કેરળ, ઝારખંડ |
15 સપ્ટેમ્બર | રવિવાર | – |
16 સપ્ટેમ્બર | ઈદે-મિલાદ | ગુજરાત, મિઝોરમ, હૈદ્રાબાદ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ |
17 સપ્ટેમ્બર | ઈદે-મિલાદ | છત્તીસગઢ, સિક્કિમ |
18 સપ્ટેમ્બર | Pang-Lhabsol | આસામ |
20 સપ્ટેમ્બર | ઈદે-મિલાદ | જમ્મુ-શ્રીનગર |
21 સપ્ટેમ્બર | શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ | કેરળ |
22 સપ્ટેમ્બર | રવિવાર | – |
23 સપ્ટેમ્બર | મહારાજા હરિસિંહજીનો જન્મદિવસ | જમ્મુ-શ્રીનગર |
28 સપ્ટેમ્બર | ચોથો શનિવાર | – |
Source link