BUSINESS

4 જાન્યુઆરીએ બેંકો ખુલશે કે બંધ, RBIએ વર્ષ 2025નું કેલેન્ડર બહાર પાડ્યું

RBI એ વર્ષ 2025માં ભારતની તમામ બેંકો માટે કેલેન્ડર બહાર પાડ્યું છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, તેમાં રાજ્યની રજાઓનો પણ સમાવેશ થાય છે. ગ્રાહકોની અસુવિધા ટાળવા માટે, કેન્દ્રીય બેંક દ્વારા જારી કરાયેલ યાદી પર એક નજર નાખો.

જો બેકમાં તમારું ખાતું છે અથવા તમે સરકારી બેંકોમાં ટ્રાન્ઝેક્શન કરવા માંગો છો, તો તમારા માટે નવા વર્ષમાં બેંકની રજાઓ વિશે જાણવું જરૂરી છે. વાસ્તવમાં સરકારી બેંકોમાં રજાઓ રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓના આધારે નક્કી કરવામાં આવે છે. આમાં, પ્રાદેશિક રજાઓ રાજ્યો પર નિર્ભર છે. 4 રવિવાર ઉપરાંત બીજા અને ચોથા શનિવારે પણ સરકારી બેંકો બંધ રહે છે. ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2025 માટે રાજ્ય મુજબની માસિક રજાઓની યાદી બહાર પાડી છે. ચાલો જાણીએ કે બેંકો વર્ષના પ્રથમ સપ્તાહ (4 જાન્યુઆરી)ના પ્રથમ શનિવારે ખુલ્લી છે કે બંધ છે.

4 જાન્યુઆરી એ મહિનાનો પહેલો શનિવાર છે. ગ્રાહકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બેંકો પ્રથમ અને ત્રીજા શનિવારે ખુલ્લી રહે છે. બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. તેથી બેંકો 4 જાન્યુઆરી, 2025 ના રોજ ખુલ્લી રહેશે. જો મહિનાનો પાંચમો શનિવાર આવે તો તે દિવસે પણ બેંકોમાં કામ ચાલુ રહે છે. જ્યાં સુધી કોઈ રજા ન હોય કે મુખ્ય કચેરી તરફથી કોઈ સૂચના જારી કરવામાં ન આવે. બેંકમાં રજા હોય અને તમને ધક્કો થાય એ પહેલા આરબીઆઈ દ્વારા જાહેર કરેલ રજાઓની યાદી તપાસો.

RBIએ રજાઓની યાદી જાહેર કરી

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વર્ષ 2025 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે. મુખ્ય રજાઓમાં 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ), 14 માર્ચ (હોળી), 15 ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ) અને 2 ઓક્ટોબર (ગાંધી જયંતિ)નો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય રજાઓમાં ગુડ ફ્રાઈડે, બૈસાખી, મોહરમ, દશેરા, દુર્ગા પૂજા અને દિવાળીનો સમાવેશ થાય છે. RBI કેલેન્ડરમાં વિવિધ પ્રદેશોની રજાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે બેંકો ક્યારે બંધ રહેશે અને ગ્રાહકો માટે ખુલ્લી રહેશે. જો કે, એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે બેંક રજાઓ રાજ્ય અનુસાર નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રજાઓ દેશભરની તમામ બેંકોને લાગુ પડે છે, જ્યારે પ્રાદેશિક રજાઓ માત્ર ચોક્કસ રાજ્યોને જ લાગુ પડે છે.

જાન્યુઆરી 2025 માં રાજ્ય મુજબની બેંક રજાઓ

ચંદીગઢમાં 6 જાન્યુઆરી, 2025 ના રોજ શ્રી ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ પર બેંકો બંધ રહેશે. આઈઝોલ અને ઈમ્ફાલમાં 11 જાન્યુઆરીએ મિશનરી ડે/ઈમોઈનુ ઈરાત્પાના દિવસે બેંકો બંધ રહેશે. અમદાવાદ, બેંગલુરુ, ભુવનેશ્વર, બિહાર, ઉત્તર પ્રદેશ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઇટાનગર સહિત ઘણા રાજ્યોમાં 14 જાન્યુઆરી, 2025ના રોજ મકર સંક્રાંતિ, પોંગલ, બિહુ અને હઝરત અલીના જન્મદિવસે બેંકો બંધ રહેશે. ચેન્નાઈમાં 15-16 જાન્યુઆરી (તિરુવલ્લુવર દિવસ અને ઉઝાવર થિરુનાલ) બેંકો બંધ રહેશે જ્યારે કોલકાતા, અગરતલા અને ભુવનેશ્વરમાં બેંકો 23 જાન્યુઆરી (નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ)ના રોજ બંધ રહેશે.

તમે ઓનલાઈન બેંકિંગ દ્વારા કામ કરી શકો છો

જો કે, સુનિશ્ચિત રજાઓ હોવા છતાં, બેંકો તેમના ગ્રાહકોને ઓનલાઈન બેંકિંગ સુવિધા પૂરી પાડે છે. જેમાં ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગની સેવાઓનો સમાવેશ થાય છે. તેના દ્વારા ગ્રાહકો સરળતાથી નાણાકીય વ્યવહારો અથવા અન્ય કાર્યો કરી શકે છે. બેંક રજાઓની આ સુવિધાઓ પર કોઈ અસર થતી નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button