દેશ-વિદેશ

Patna road accident: પટનામાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8 લોકોના મોત, 5 ઘાયલ

પટણા શહેર સબડિવિઝનના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિગરિયામા નજીક રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો.

અહીં એક ઓટો અને ટ્રક વચ્ચે સામસામે ટક્કરમાં 8 લોકોના મોત થયા હતા, જેમાં 7 મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.

હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા

ગ્રામીણ એસપીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જાતા બધા લોકો ઓટો દ્વારા ફતુહા જઈ રહ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button