IPL બાદ હવે મહિલા પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ઓક્શનનું આયોજન કરવામાં આવશે. WPLમાં 5 ટીમો રમે છે અને દરેક ટીમમાં છ વિદેશી ખેલાડીઓ સહિત 18 ખેલાડીઓ હોઈ શકે છે. તમામ ટીમોના પર્સમાં 15 કરોડ રૂપિયા છે.
તમામ ટીમોએ ગયા મહિનાની શરૂઆતમાં જ રિટેન્શન લિસ્ટ જાહેર કર્યું હતું. હવે તમામ પાંચ ટીમો તેમની ટીમને પૂર્ણ કરવા માટે ઓક્શનમાં ઉતરશે. આ એક મીની ઓક્શન હશે, જેનું આયોજન 15મી ડિસેમ્બરે થવા જઈ રહ્યું છે.
ઓક્શનને લઈને મોટું અપડેટ
વિમેન્સ પ્રીમિયર લીગ માટે ઓક્શન માટે ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓક્શન 15 ડિસેમ્બર 2024ના રોજ બેંગલુરુમાં થશે. આ વખતે ઓક્શન માટે 120 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 120 ખેલાડીઓના લિસ્ટમાં 91 ભારતીય અને 29 વિદેશી ક્રિકેટરો છે, જેમાંથી 3 સહયોગી દેશોના છે. 82 ભારતીય અનકેપ્ડ ખેલાડીઓ અને 8 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓ આ વખતે ઓક્શનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઓક્શનમાં વધુમાં વધુ 19 ખેલાડીઓ જ ભાગ્યશાળી હશે, કારણ કે હવે 5 ટીમો સહિત માત્ર 19 સ્લોટ ખાલી છે. જેમાંથી 5 સ્લોટ વિદેશી ખેલાડીઓના છે.
કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા છે?
ગુજરાત જાયન્ટ્સની ટીમ સૌથી વધુ રૂ. 4.40 કરોડના પર્સ સાથે ઓક્શનમાં ઉતરશે. તેની ટીમમાં ફક્ત 4 સ્થાન બાકી છે. આવી પરિસ્થિતિમાં તે મોટી બોલી લગાવતી જોવા મળી શકે છે. યુપી વોરિયર્સની ટીમના પર્સમાં પણ 3.90 કરોડ રૂપિયા છે. તે ઓક્શનમાં વધુમાં વધુ 3 ખેલાડીઓ ખરીદી શકે છે. તેણે કુલ 15 ખેલાડીઓને રિટેન કર્યા છે. ગત સિઝનની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે હવે તેના પર્સમાં 3.25 કરોડ રૂપિયા બાકી છે અને તે વધુમાં વધુ 4 ખેલાડીઓ ખરીદી શકે છે. હવે મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં 2.65 કરોડ રૂપિયા વધ્યાં છે. પરંતુ દિલ્હી પાસે હવે માત્ર 2.5 કરોડ રૂપિયા વધ્યાં છે.
રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
રિટેન પ્લેયર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સબ્બીનેની મેઘના, રિચા ઘોષ, એલિસ પેરી, જ્યોર્જિયા વેરહેમ, શ્રેયંકા પાટીલ, આશા શોભના, સોફી ડિવાઈન, રેણુકા સિંઘ, સોફી મોલિનેક્સ, એકતા બિષ્ટ, કેટ ક્રોસ, કનિકા આહુજા, ડેની વ્યાટ (ટ્રેડ).
મુંબઈ ઈન્ડિયન્સ
રિટેન પ્લેયર: હરમનપ્રીત કૌર (કેપ્ટન), પૂજા વસ્ત્રાકર, યાસ્તિકા ભાટિયા, નેટ સાયવર-બ્રન્ટ, હેલી મેથ્યુઝ, એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, અમનજોત કૌર, સૈકા ઈશાક, જીંતિમની કલિતા, એસ સજના, કીર્તન બાલક્રિષ્નન, શબનીમ ઈસ્માઈલ.
દિલ્હી કેપ્ટિલ્સ
રિટેન પ્લેયર: શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, તાનિયા ભાટિયા, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, મિનુ મણિ, તિતાસ સાધુ, મેગ લેનિંગ, એલિસ કેપ્સી, મેરિઝાન કેપ, જેસ જોનાસેન, એનાબેલ સધરલેન્ડ.
યુપી વોરિયર્સ
રિટેન પ્લેયર: એલિસા હીલી (કેપ્ટન), તાહલિયા મેકગ્રાથ, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, ચમરી અટાપટ્ટુ, કિરણ નવગીરે, રાજેશ્વરી ગાયકવાડ, અંજલિ સરવાણી, ઉમા છેત્રી, પૂનમ ખેમનાર, સાઈમા ઠાકોર, ગૌહર સુલ્તાના, વૃંદા દિનેશ.
ગુજરાત જાયન્ટ્સ
રિટેન પ્લેયર: હરલીન દેઓલ, દયાલન હેમલતા, તનુજા કંવર, શબનમ શકીલ, મન્નત કશ્યપ, વેદા કૃષ્ણમૂર્તિ, તરન્નુમ પઠાણ, સયાલી સથગરે, મેઘના સિંહ, તૃશા પૂજિતા, પ્રિયા મિશ્રા, બેથ મૂની, એશ્લે ગાર્ડનર, લૌરા વોલ્વાર્ડ્ટ, લી તાહુહુ, ફોએબે લિચફીલ્ડ, કેથરિન બ્રાઈસ.