SPORTS

BCCIનો 17 વર્ષ બાદ મોટો નિર્ણય, IPL ખેલાડીઓને અલગથી આપશે મેચ ફી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેગા ઓક્શન પહેલા BCCI સેક્રેટરીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે હવે ખેલાડીઓને કરાર ઉપરાંત દરેક મેચ રમવા માટે અલગથી ફી ચૂકવવામાં આવશે. BCCI સેક્રેટરીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.

BCCI સેક્રેટરીએ આપી માહિતી 

સોશિયલ મીડિયા પર માહિતી આપતા BCCI સેક્રેટરીએ જણાવ્યું હતું કે, IPL રમતા ખેલાડીઓને કોઈપણ ટીમ સાથે કરાયેલા કરારની રકમ ઉપરાંત દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયાની અલગથી રકમ મળશે. તે જ સમયે, જો કોઈ ખેલાડી તમામ મેચ રમે છે તો તે ટીમ સાથેના કરાર કરતા 1.05 કરોડ રૂપિયા વધુ કમાઈ શકે છે. તેણે કહ્યું કે તમામ ફ્રેન્ચાઈઝી મેચ ફી માટે 12.60 કરોડ રૂપિયાનું અલગ ફંડ રાખશે.

અનકેપ્ડ ખેલાડીઓને થશે ફાયદો

BCCIના આ નિર્ણયથી અનકેપ્ડ ખેલાડીઓને સૌથી વધુ ફાયદો થશે કારણ કે તેમની બેઝ પ્રાઈસ માત્ર 20 લાખ રૂપિયા છે. આવી સ્થિતિમાં, જો કોઈ અનકેપ્ડ પ્લેયરને 20 લાખ રૂપિયામાં વેચવામાં આવે છે અને તે સિઝનની તમામ મેચ રમે છે તો તેને 1.05 કરોડ રૂપિયાની કમાણી થશે.

કેટલા ખેલાડી કરી શકાશે રિટેન

એક રિપોર્ટ અનુસાર, IPL 2025ની હરાજી પહેલા રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે. હવે IPL 2025 પહેલા ફ્રેન્ચાઈઝી પાંચ ખેલાડીઓને જાળવી શકશે. આ સિવાય નવા અપડેટ મુજબ ફ્રેન્ચાઈઝી 1 RTM કાર્ડનો પણ ઉપયોગ કરી શકશે. મુંબઈ ઈન્ડિયન્સને નવા નિયમનો ફાયદો થઈ શકે છે. ટીમ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને ટિમ ડેવિડને રિટેન કરી શકે છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button