ભારતમાં દુલીપ ટ્રોફીની 61મી સિઝન શરૂ થઈ ગઈ છે. પહેલી મેચ અનંતપુરમાં ઈન્ડિયા એ અને ઈન્ડિયા બી વચ્ચે રમાઈ રહી છે. મેચમાં ભારત એ ના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટૂર્નામેન્ટ શરૂ થવાના એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ઈશાન કિશન અને પ્રસિદ્ધ કૃષ્ણા દુલીપ ટ્રોફી 2024ના પહેલા રાઉન્ડમાંથી બહાર રહેશે. આ સિવાય મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
કેમ બહાર થયો ઈશાન કિશન?
ભારતીય ક્રિકેટ કાઉન્સિલ બોર્ડ એ કહ્યું કે ઈશાન કિશનને બુચી બાબુ ટૂર્નામેન્ટમાં પીઠમાં ઈજા થઈ હતી, જેના કારણે તે દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ રહ્યો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ ઈશાનની ઈજા પર નજીકથી નજર રાખી રહી છે. આ સિવાય મેડિકલ ટીમ તેના ઝડપી સ્વસ્થ થવાની દિશામાં કામ કરી રહી છે. હવે સંજુ સેમસનને દુલીપ ટ્રોફીના પ્રારંભિક રાઉન્ડ માટે ટોપના 61 ખેલાડીઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને ઈશાન કિશનની જગ્યાએ ઈન્ડિયા ડી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ બહાર
બુચી બાબુ ટૂર્નામેન્ટ 2024 દરમિયાન સૂર્યકુમાર યાદવને પણ આંગળીમાં ઈજા થઈ હતી. જે બાદ સૂર્યકુમાર કુમાર યાદવ પણ બહાર થઈ ગયો હતો, જેના કારણે તે પણ દુલીપ ટ્રોફી 2024ના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયો હતો. જે તેના માટે બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝ પહેલા એક મોટો ઝટકો છે, કારણ કે સૂર્યા ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ સિવાય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા વિશે પણ ગઈ કાલે એક અપડેટ સામે આવ્યું હતું કે તે પણ દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ જશે. પ્રસિદ્ધ કૃષ્ણએ ક્વાડ્રિસેપ્સ ટેંડનની સર્જરી પછી હજુ સુધી તેની ઈજા ઠીક થઈ નથી. હાલ બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા આ તમામ ખેલાડીઓની ઈજાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ ખેલાડીઓની વાપસી આગામી સપ્તાહે તપાસ બાદ અન્ય અપડેટ જાણવા મળશે.