આજે બુધવારે સ્પોટ માર્કેટમાં સોનાની માગ જબરદસ્ત રહી છે અને તેની અસર ફ્યૂચર ટ્રેડના સોદા પર પણ જોવા મળી હતી અને કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત રૂપિયા 277 વધીને રૂપિયા 72,190 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ઓક્ટોબરના સપ્લાયને લઈ સોનાનો જે વેપાર થયો હતો, તેમાં કિંમત 0.39 ટકા વધી.
નવા સોદાને કારણે સોનાના ભાવમાં વધારો
ફ્યુચર્સ માર્કેટમાં આવનારા સમયની ડિલિવરી માટે બિડ લગાવવામાં આવે છે. તે કંઈક અંશે શેરબજારની જેમ જ કામ કરે છે અને આમાં પણ બજારનું જોખમ અકબંધ રહે છે. સોનું રૂપિયા 72,190 પ્રતિ 10 ગ્રામના ભાવે 14,930 લોટમાં ટ્રેડ થયું હતું. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે સટોડિયાઓ દ્વારા કરવામાં આવેલા નવા સોદાને કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો, ન્યૂયોર્કમાં સોનાનો વાયદો 0.43 ટકા વધીને $2,554 પ્રતિ ઔંસ થયો હતો.
શું છે વિદેશી બજારની સ્થિતિ?
વિદેશી બજારોની વાત કરીએ તો સોના અને ચાંદી બંનેના ભાવ ફલેટ જોવા મળી રહ્યા છે. અત્યારે કોમેક્સ માર્કેટમાં સોનું ફ્યુચર ફ્લેટ પ્રતિ ઔંસ $2,534.90 પર ટ્રેડ થઈ રહ્યું છે. બીજી બાજુ, ચાંદીની હાજરની કિંમત $2,506.40 પર ટ્રેડ થઈ રહી છે. બીજી તરફ ચાંદીના ભાવિ ભાવમાં 0.45 ટકાનો નજીવો વધારો જોવા મળી રહ્યો છે અને ભાવ ઘટીને 28.78 ડોલર પ્રતિ ઓંસ પર આવી ગયા છે. ચાંદીના હાજર ભાવ 0.38 ટકાના વધારા સાથે 28.46 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યાં છે.
આ કારણે જોવા મળી રહી છે તેજી
મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકી મોંઘવારીના ઓગસ્ટના આંકડા જુલાઈ આંકડા કરતા ઓછા હોઈ શકે છે. જેના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં અપેક્ષા કરતાં વધુ એટલે કે 0.50 ટકાનો ઘટાડો કરી શકે છે. જેના કારણે ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેની અસર દિલ્હીથી ન્યૂયોર્ક સુધી સોનાના ભાવમાં જોવા મળી રહી છે. જ્યાં ન્યુયોર્કના કોમેક્સ માર્કેટમાં સોનાના હાજર ભાવમાં ઉછાળા બાદ સપાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ચાંદીના હાજર ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની કિંમતો વધી રહી છે.
Source link