હરિવંશરાય બચ્ચનની ભવિષ્યવાણી
અમિતાભ બચ્ચનના જન્મ પહેલા જ તેમના પિતા હરિવંશરાય બચ્ચને ભવિષ્યવાણી કરી હતી કે, તેમના ઘરે પુત્રનો જન્મ થવાનો છે. જ્યારે પત્ની તેજી બચ્ચનને પ્રસૂતિનો દુખાવો શરૂ થયો, ત્યારે હરિવંશરાય બચ્ચને તેમને કહ્યું – ‘જુઓ, તમને પુત્ર થશે.’ તેમણે આવું કેમ કહ્યું તેનો ખુલાસો તેમણે પોતાની બાયોગ્રાફીમાં કર્યો હતો.
અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી ઘટના
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. આ પીઢ અભિનેતા આજે 82 વર્ષના થયા. અમિતાભ બચ્ચનના ફેન્સ તેમને 82માં જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. બીજી તરફ, બિગ બી પોતાની ફિલ્મોથી દર્શકોના દિલ જીતવામાં વ્યસ્ત છે અને કેબીસીમાં તેમના જીવન સાથે જોડાયેલી રમુજી વાતોથી લોકોને રીઝવી રહ્યા છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી વધુ એક ઘટના સામે આવી છે. આ કહાની એ રાતની છે, જ્યારે અમિતાભના જન્મ પહેલા તેમની માતા તેજી બચ્ચનને લેબર પેઈન શરૂ થયો હતો. જ્યારે તેમની પત્ની બાળકને જન્મ આપવાની હતી, ત્યારે હરિવંશરાય બચ્ચને દાવો કર્યો હતો કે, તેમને એક પુત્ર થવાનો છે.
પિતાની આત્મા દિકરાના સ્વરૂપમાં આવી
વાસ્તવમાં, હરિવંશરાય બચ્ચન માનતા હતા કે, તેમનો પુત્ર એટલે કે અમિતાભ બીજું કોઈ નહીં પણ તેમના સ્વર્ગસ્થ પિતા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવનો પુનર્જન્મ છે. 11 ઓક્ટોબર 1942ના રોજ જ્યારે તેજી બચ્ચને પ્રસૂતિની પીડા શરૂ થઈ ત્યારે હરિવંશરાય બચ્ચને તેમને કહ્યું – ‘મારા પિતાની આત્મા દિકરાના સ્વરૂપમાં આવી રહી છે.
હરિવંશરાય બચ્ચન તેમના પુત્રને તેમના પિતાનો પુનર્જન્મ માનતા હતા.
વાસ્તવમાં, અમિતાભ બચ્ચન સાથે જોડાયેલી આ રસપ્રદ વાત બિગ બીએ નહીં પરંતુ આમિર ખાને સંભળાવી છે. આમિર ખાને તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’માં સ્પેશિયલ ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો, જેનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં આમિર ખાન બિગ બી સાથે જોડાયેલી આ વાત શેર કરી રહ્યો છે. આ શોમાં આમિર અમિતાભ બચ્ચનનો 82મો જન્મદિવસ ઉજવતો જોવા મળ્યો હતો.
કેબીસીના પ્રોમોમાં આમિરે બિગ બી સંબંધિત એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે, જે દિવસે અમિતાભ બચ્ચનનો જન્મ થવાનો હતો તે દિવસે હરિવંશરાય બચ્ચને તેજી બચ્ચનને કહ્યું હતું કે, તેમના ઘરે એક પુત્રનો જન્મ થવાનો છે અને તે તેમના પિતા પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવનો પુનર્જન્મ હશે. પ્રોમોમાં આમિર ખાન અમિતાભને પૂછે છે, ‘તમને યાદ છે, તમારો જન્મ થયો હતો તે દિવસ?’ આ સાંભળીને અમિતાભ પહેલા થોડા આશ્ચર્યચકિત થયા, પછી આમિરે તેમને કહ્યું – ‘અમિતજીના પિતાએ તેમના જન્મદિવસ પર બનેલી ઘટનાઓ વિશે લખ્યું છે.’ આ પછી આમિરે હરિવંશરાય બચ્ચનની બાયોગ્રાફીમાંથી એક અંશ વાંચ્યો હતો.
હરિવંશરાય બચ્ચને તેમના પુત્રના જન્મ વિશે શું લખ્યું?
તેમનણે લખ્યું હતું કે, ‘જ્યારે તેજીએ મને જગાડ્યો અને કહ્યું કે, મને લેબર પેઇન છે, તે બ્રહ્મ મુહૂર્ત હતું. જ્યારે તેણે મને જગાડ્યો, ત્યારે હું એક સ્વપ્ન જોઈ રહ્યો હતો. અડધી ઊંઘમાં જ મેં તેને કહ્યું, ‘તેજી તમને એક પુત્ર થવાનો છે અને મારા પિતાનો આત્મા તેમના રૂપમાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હરિવંશરાય બચ્ચને 18 જાન્યુઆરી 2003ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર 95 વર્ષની હતી. તેઓ એક પ્રખ્યાત કવિ હતા અને ‘મધુશાલા’ અને ‘અગ્નિપથ’ જેવી તેમની કૃતિઓ માટે જાણીતા હતા.
Source link