GUJARAT

Valsadમા બાળકનું અપહરણ થાય તે પહેલા જ સ્થાનિકોએ બે લોકોને ઝડપી લીધા

  • અપહરણ કરનાર મહિલા સહિત 2ની ધરપકડ
  • 4 વર્ષના બાળકને ફૂટબોલ અપાવવાની આપી લાલચ
  • સ્થાનિકોએ યુવક-યુવતી પર શંકા જતા કરી પૂછપરછ

વલસાડ તાલુકાના ભાગડાવડા દાદીયા ફળીયામાં ગ્રાઉન્ડમાં રમતા 4 વર્ષના બાળકને ફૂટબોલ આપવાની લાલચે મહિલાએ અપહરણ કર્યુ હતુ,પરંતુ સ્થાનિકોએ મહિલાને ત્યા જ આગળ ઝડપી પોલીસને સોંપ્યા હતા,સ્થાનિક લોકોને આ મહિલા પર શંકા જતા તેની પૂછપરછ કરી હતી અને અપહરણનો ભેદ ત્યાં જ ઉકેલાઈ ગયો હતો.

અપરહરણ પહેલા બાળકનો બચાવ

વલસાડના દાદિયા ફળિયામાં અંબા માતા મંદિરના ગ્રાઉન્ડમાં 4 વર્ષનું બાળક રમી રહ્યું હતુ તે દરમિયાન એક મહિલા ત્યા આવે છે અને બાળકને ફૂટબોલ અપાવુ તેમ કહી તેનો હાથ પકડે છે,આ તમામ ગતિવિધી સ્થાનિકો દેખી રહ્યાં હતા અને મહિલા પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શકી ન હતી તેના કારણે સ્થાનિકોએ પોલીસનો સંપર્ક કર્યો અને મહિલા અને એક પુરુષને પોલીસે ઝડપી પાડયા હતા,પોલીસે વધુ તપાસ હાથધરી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પણ બાળ તસ્કરીને લઈ તપાસ કરી હતી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વલસાડમાં ધામા નાખ્યા હતા,બાળક વેચવાને લઈ આ તપાસ ધમધમાટ કરવામાં આવી હતી,મુંબઈ પોલીસને એક મહીલા મળી હતી અને આ મહીલા પાસેથી 6 બાળકો મળી આવ્યા હતા.બાળકો પોતાના હોવાનું આ મહિલા રટણ કરી રહી હતી.પોલીસે બાળકોના DNA ટેસ્ટ કરાવ્યાં હતા.બાળકો મહિલાના છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી હતી.મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલાની અટકાયત કરવામાં આવી હતી.

બાળ તસ્કરીને લઈ પોલીસ પણ એલર્ટ છે

જે દંપતિને બાળક ના થતુ હોય અને તેને બાળક જોઈતુ હોય છે આવી રીતે બાળકને લાલચ આપી તેનું અપહરણ કરવામાં આવે છે અને તેને વેચી દેવામાં આવે છે,પોલીસે આવી અનેક ઘટનાઓમાં આવા અપહરણકર્તાઓને ઝડપી પાડયા છે,હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હોય તેવા બાળકોને પણ ઉઠાઈ જવાની ઘટના બનતી હોય છે,ત્યારે બાળકને માતા-પિતા એકલુ ના મૂકે તે જરૂરી બન્યું છે,જયા બાળક રમતો હોય તેની સાથે માતા-પિતા પણ રહે તે જરૂરી બન્યું છે.

.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button