મહિલા T20 વર્લ્ડકપ 2024 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. UAEમાં યોજાનાર આ વર્લ્ડકપમાં ભાગ લેનારી 16 સભ્યોની ભારતીય ટીમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ હાલમાં બેંગલુરુમાં કેમ્પ લગાવીને આ વર્લ્ડકપ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાને પણ મોટો ઝટકો લાગ્યો છે. ટીમના એક-બે નહીં પરંતુ 4 ખેલાડીઓ ઈજાઓથી ઝઝૂમી રહ્યા છે. જેના કારણે ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીઓ વધી ગઈ છે.
પૂજા વસ્ત્રાકરને ખભાની ઈજા થઈ
ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકર બોલિંગ અને બેટિંગ બંનેમાં ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. પૂજા વસ્ત્રાકર ખભાની ઈજાથી પીડાઈ રહી છે. તેણે પેઈનકિલર અને ઈન્જેક્શનની મદદથી ટ્રેનિંગ લેવી પડી રહી છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે વર્લ્ડકપ સુધીમાં ફિટ થઈ જશે. જોકે હાલમાં તે સંપૂર્ણ રીતે ફિટ નથી. પૂજા વસ્ત્રાકરની જેમ ટીમની ફાસ્ટ બોલર અરુંધતી રેડ્ડી પણ ખભાની ઈજાનો સામનો કરી રહી છે. તેણે તાજેતરમાં જ સ્થાનિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હાલમાં અરુંધતિને આરામ આપવામાં આવ્યો છે અને આશા છે કે તે પણ વર્લ્ડકપ સુધીમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.
જેમિમાહ અને શ્રેયંકાની ઈજા પણ મોટો ઝટકો
પૂજા વસ્ત્રાકર અને અરુંધતિ રેડ્ડી ઉપરાંત સ્ટાર બોલર શ્રેયંકા પાટિલ અને મુખ્ય મિડલ ઓર્ડર બોલર જેમિમાહ રોડ્રિગ્ઝની ઈજા ટીમ ઈન્ડિયા માટે ચિંતા વધારી રહી છે. શ્રેયંકાની આંગળીમાં ફ્રેક્ચર છે, જ્યારે જેમિમાહ પણ આંગળીમાં ઈજાથી પીડાઈ રહી છે. જેમિમાહ પોતાની આંગળી પર ટેપ લગાવીને કેમ્પમાં પ્રેક્ટિસ કરી રહી છે. જ્યારે, શ્રેયંકા હાલમાં આરામ કરી રહી છે. ટીમ મેનેજમેન્ટ આ બંને ખેલાડીઓ જલ્દી ફિટ થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે.
મહિલા T20 વર્લ્ડકપ-2024 માટે ભારતીય ટીમની જાહેરાત
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ અને યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભા, યશબાન , શ્રેયંકા પાટીલ, સજના સજીવન.
ટ્રાવેલિંગ રિઝર્વ: ઉમા છેત્રી (wk), તનુજા કંવર અને સાયમા ઠાકુર.
નોન-ટ્રાવેલિંગ રિઝર્વ: રાઘવી બિષ્ટ અને પ્રિયા મિશ્રા.