Neeraj Chopra : નીરજ ચોપરાએ પહેલા જ થ્રોમાં કરી કમાલ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં કરી એન્ટ્રી

નીરજ ચોપરા આ ચેમ્પિયનશીપમાં પહેલા જ રાઉન્ડમાં ક્વોલિફાય થનારો એકમાત્ર એથ્લેટ બન્યો છે. તેના ગ્રૂપમાં અન્ય છ એથ્લેટ્સ હતા, પરંતુ કોઈ પણ તેના જેવું પ્રદર્શન કરી શક્યું નહોતું. હવે નીરજ ગુરુવારે ફાઈનલ મુકાબલામાં ઉતરશે.
ફાઈનલમાં અરશદ નદીમ સામે થશે ટક્કર?
નીરજ ચોપરાનો ફાઈનલમાં સંભવિત મુકાબલો તેના કટ્ટર હરીફ અને પાકિસ્તાનના સ્ટાર એથ્લેટ અરશદ નદીમ સાથે થઈ શકે છે. પેરિસ ઓલિમ્પિક 2024 બાદ આ બંને સ્ટાર્સ પ્રથમ વખત એકબીજા સામે સ્પર્ધા કરતા જોવા મળશે. પેરિસમાં અરશદે 92.97 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજનો શ્રેષ્ઠ થ્રો 89.45 મીટરનો રહ્યો હતો અને તેણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
ટોપ-12 થ્રોઅર્સ ફાઈનલમાં પહોંચશે
ક્વોલિફિકેશન રાઉન્ડમાં નીરજ ગ્રુપ-એમાં હતો, જેમાં વેબર, વાલ્કોટ અને વાડલેજ જેવા એથ્લેટ્સ સામેલ હતા. બીજી તરફ, ગ્રુપ-બીમાં અરશદ નદીમ, પીટર્સ, રોહિત યાદવ અને યશવીર સિંહ જેવા ખેલાડીઓ હતા. બંને ગ્રુપમાંથી ટોપ-12 થ્રોઅર્સ ફાઈનલમાં પહોંચશે.