NATIONAL

Bengaluru: તામિલનાડુ-કર્ણાટકમાં ભારે વરસાદને પગલે આજે શાળા-કોલેજોમાં રજા જાહેર

કર્ણાટક, આંધ્ર્રદેશ, તામિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદ ખાબક્યો છે. બંગાળની ખાડીની ઉપર હળવું ચક્રવાતી દબાણ ઊભું થયું છે.

તેને કારણે આંધ્રપ્રદેશના દક્ષિણ તટીય ક્ષેત્રમાં એક હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે તથા બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ તથા તેની સાથે જોડાયેલાં તામિલનાડુના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે આજે 16 ઓક્ટોબરે અત્યાધિક વરસાદની આગાહી હોવાના કારણે તામિલનાડુ સરકારે બુધવારે રજા જાહેર કરી દીધી છે. કર્ણાટક સરકારે પણ હવામાન ખાતાની ચેતવણીને ધ્યાનમાં રાખીને બુધવારે આંગણવાડી, શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button