- સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓનો ભારે ધસારો
- સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 116 કેસ, મેલેરિયાના 22 કેસ, ચિકનગુનિયાના 23 કેસ નોંધાયા
- 60થી વધુ બાળકોને એડમિટ કરવાની ફરજ પડી
અમદાવાદ શહેરમાં ચોમાસામાં રોગચાળોએ ભરડો લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં બાળકોની રોજની ઓપીડી પણ 200ને પાર નોંધાઈ
હાલમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ઓપીડીના કેસ 11,203 થયા છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 116 કેસ નોંધાયા છે. ત્યારે મેલેરિયાના 22 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. અત્યાર સુધી ચિકનગુનિયાના 23 કેસ અને વાયરલ ઈન્ફેકશનના 1658 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલટીના કેસ પણ 100થી વધુ નોંધાયા છે. આ સાથે જ 60થી વધુ બાળકોને એડમિટ કરવાની ફરજ પડી છે, બાળકોની રોજની ઓપીડી પણ 200ને પાર નોંધાઈ છે.
રાજકોટમાં એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 19 કેસ નોંધાતા મચ્યો હાહાકાર
રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. ડેન્ગ્યુના 19 કેસ નોંધાયા છે, ત્યારે ડેન્ગ્યુ અને ટાઈફોડના કેસમાં અચાનક વધારો થતાં દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વરસાદે વિરામ લીધા ગયા બાદ શહેરમાં રોગચાળો વધ્યો છે. ત્યારે રાજ્યમાં પણ રોગચાળાએ માથુ ઉચકતા તંત્ર દ્વારા લોકોને તેમની આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ રાખવા અને ઉકાળેલુ પાણી પીવા માટેની અપીલ કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તે વિસ્તારમાં તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરમાં તાવના દર્દીઓની સંખ્યામાં વધારો
ભાવનગરમાં તાવના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. તાવના દર્દીઓની સંખ્યામાં 43.51%નો વધારો નોંધાયો છે. વરસાદ બાદ તાવ, ઝાડા ઉલટી સહિતના રોગ વધ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં તાવના ગયા મહિને 878 દર્દીઓ નોંધાયા હતા, જે આ મહિનામાં 1260 કેસ થયા છે. આ સાથે જ મનપાના આરોગ્ય સેન્ટરના આંકડા મુજબ ઝાડા ઉલટીના 428 કેસ, શરદી ઉધરસના 825 કેસ નોંધાયા છે.
ત્યારે થોડા દિવસ પહેલા જ આણંદના આંકલાવના નવાપુરામાં રોગચાળો જોવા મળ્યો હતો. નવાપુરામાં 25થી વધુ ઝાડા-ઉલટીના દર્દીઓ નોંધાયા છે. આ દર્દીઓને તેમના ઘરે જ બોટલો ચઢાવાઈ રહી છે અને સારવાર કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે બાળકોથી લઈ વૃદ્ધો રોગચાળામાં સપડાયા છે.
Source link