GUJARAT

Bharuch: મેઘરાજાની ધડબડાટી, માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર

  • વરસાદના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે
  • અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ભરાયા છે
  • સેવાશ્રમ રોડ સહિતના મહત્વના માર્ગો બંધ કરવા પડ્યા છે

ભરૂચમાં આજે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં તે મુશળધાર વરસાદમાં પરિણમ્યો હતો. માત્ર બે જ કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આજે બપોર બાદ ભરૂચ શહેરમાં અચાનક મેઘરાજા મહેરબાન થયા હતા. માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ભરૂચમાં માત્ર મુશળધાર વરસાદ વરસતાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેર જળબંબાકાર બની ગયું છે. અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા છે. સેવાશ્રમ રોડ સહિતના મહત્વના માર્ગો બંધ કરવા પડ્યા છે. તાજેતરમાં બનાવેલા બાંધકામો પણ ધોવાઈ ગયા છે. હવામાન વિભાગે આવતીકાલ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું છે.

<a href="

==” target=”_blank”>

==

ભરૂચમાં આજે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો

વરસાદ શરૂ થતાં જ થોડી જ વારમાં તે મુશળધાર વરસાદમાં પરિણમ્યો હતો. માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જુના ભરૂચના ફાટા તળાવ અને ફુરજા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો હતો. પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા અને લોકોને જીવના જોખમે રસ્તો પાર કરવો પડ્યો હતો.

શહેરના મહત્ત્વના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તરફ ભરૂચના ઢાલથી મહંમદ પુરાને જોડતા બિસ્માર માર્ગ પર તાજેતરમાં જ તંત્ર દ્વારા બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પણ વરસાદી માહોલમાં ધોવાઈ ગઈ હતી.

હવામાન વિભાગે આવતીકાલ માટે ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ખૂબ જ ભારે, અતિ ભારે, મધ્યમ, અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ચાર મહત્ત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય છે, જેમાં એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, અને શિયાર ઝોનનો સમાવેશ થાય છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button