GUJARAT

Bhavnagar: 20 ઓક્ટોબર, 2024ના રોજ જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણીનો કાપ

PGVCL વિભાગ દ્વારા તા. 20-10-2024ને રવિવારના રોજ ભાવનગર શહેરમાં મરામતની કામગીરી કરવાની હોવાથી સવારે 6.00 થી બપોરના 3.00 વાગ્યા સુધી વીજ કાપ રહેનાર છે. જેથી ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ, તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ ઉપર પમ્પીંગ બંધ રહેવાનું હોવાથી તા. 20-10-2024ને રવિવારના રોજ નીચે મુજબના વિસ્તારોમાં પાણી કાપ રહેશે.

જેમાં ચિત્રા ફિલ્ટર આધારિત સીદસર વિસ્તાર, ફુલસર વિસ્તાર, ઈશ્વરનગર, રામદેવનગર, બોરતળાવ, દેસાઈનગર, બેંક કોલોની, કુમુદવાડી, નારેશ્વર સોસાયટી, પટેલ નગર, સરિતા સોસાયટી વગેરે વિસ્તારમાં સપ્લાય બંધ રહેશે.

વધુમા બાલયોગીનગર ESR આધારીત લીલા ઉડાન, નારેશ્વર સોસાયટી, યોગીનગર, લાખાજીનગર, સુમેરુ ટાઉનશીપ, સત્કાર સોસાયટી, પ્રગતી સોસાયટી, પારુલ સોસાયટી, બરસાના, ખારસી વિસ્તાર, ગાયત્રીનગર, શહેર ફરતી સડક રુવા ગામ, ઘોઘા રોડ, વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણીનો કાપ

આ ઉપરાંત વર્ધમાન ESR આધારિત ભરતનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોકુલનગર, GMDC વસાહત, તરસમીયા ગામ, શિવનગર, તળાજા ટોપ-થ્રી રોડ આજુબાજુનો વિસ્તાર, અધેવાડા, શિક્ષક સોસા. રીંગ રોડ આજુબાજુનો વિસ્તાર સીતારામ ચોક આજુબાજુનો વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.

તળાજા રોડ વિસ્તારમાં પાણીનો કાપ

આ સિવાય પણ દિલબહાર ESR આધારિત તળાજા રોડ, આજુબાજુનો વિસ્તાર હિલડ્રાઈવ, ઇસ્કોન મેગા સિટી, કાળીયાબીડ, સાગવાડી, ગોકુળધામ અવધનગર, KPES સ્કુલ પાછળ, લખુભા હોલ, કેસરિયા હનુમાન વગેરે વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button