ભાવનગર-તળાજા હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માત તળાજા તાલુકાના ત્રાપજ નજીક થયો હતો. અકસ્માતની ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 22 જેટલા લોકોને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા 108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત
આજે વહેલી સવારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ નજીક ભાવનગર – સોમનાથ હાઇવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે જ બાળકો સહિત 6 ના મોત નીપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને તળાજા તો કેટલાક લોકોને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી રહી છે. મૃતકોની ઓળખ મેળવી પરિવારજનોને જાણ કરવામા આવતા શોક છવાઇ ગયો છે.
પ્રાથમિક વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર છ જેટલા લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ તળાજા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ખાનગી ટ્રાવેલ્સ બસના એક બાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે. સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.
Source link