ભાજપનું સદસ્યતા અભિયાન રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ભાવનગરમાં ભાજપનું આ સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. ભાવનગરમાં નગરસેવકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
નગરસેવક યુવરાજસિંહ ગોહિલ સક્રિય સભ્ય બનવા ભાન ભૂલ્યા
પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલ ભાજપના નગરસેવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેમાં તે સદસ્ય બનાવવા માટે હોસ્પિટલમાં દર્દીઓના સગાને આજીજી કરી રહ્યા છે. ભાજપના વોર્ડ નંબર 12ના નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ ભાજપના સક્રિય સભ્ય બનવા માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને સક્રિય સભ્ય બનવા માટે ભાન ભૂલ્યા છે.
હાલમાં વાયરલ વીડિયો ચર્ચાનો બન્યો વિષય
ભાજપ દ્વારા આપવામાં આવેલા સક્રિય સભ્યો બનાવવાના ટાર્ગેટને પુરા કરવા માટે નગરસેવકો હવે હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને આજીજી કરી રહ્યા છે. ત્યારે હાલમાં આ વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જો કે તમને જણાવી દઈએ કે સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
અગાઉ સુરેન્દ્રનગરમાં પણ ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યુ હતું
થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં પણ ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યુ હતું. જેમાં વઢવાણની સ્કૂલના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવાયા હોવાની ચર્ચા હતી. અણીન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને સભ્ય બનાવ્યા હતા. તેમાં વિદ્યાર્થીઓને ઘરેથી મોબાઈલ લઈને શાળામાં આવવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં ખોટી વાહવાહી લૂંટવા માટે સ્થાનિક આગેવાનોની કરતૂત સામે આવી હતી.
જેને લઈને સ્થાનિક આગેવાનો સભ્ય બનાવવામાં ભાન ભૂલ્યા હતા. જેમાં શિક્ષક અને AAPના આગેવાનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે સ્માર્ટ ટીવી દ્વારા અભ્યાસની એપ માટે મોબાઈલ મગાવવામાં આવ્યો હતો. શિક્ષકે જણાવ્યું હતું કે શાળામાં પોલિટિકલ પ્રવૃત્તિ થતી નથી. જો કે શિક્ષકે સભ્યો બનાવ્યા એ પણ રજા પર ઉતરી ગયા હતા અને સક્રિય સભ્યના કાર્ડ બન્યા એ તમામને ઘરે મોકલી દેવાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને વઢવાણના અણીન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવતા વિવાદ સર્જાયો હતો.
3 સપ્ટેમ્બરથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે રાજ્યમાં 3 સપ્ટેમ્બરથી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને અભિયાનને પ્રથમ દિવસે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા અને ત્યારબાદ અનેક કાર્યકરોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવ્યા છે.
Source link