માતા આદ્યશક્તિની આરાધનાના પર્વનો આજથી પ્રારંભ થયો છે. સમગ્ર દેશમાં નવલા નોરતાને વધાવા માઈ ભક્તો થનગની રહ્યા છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ભક્તિભાવ પૂર્વક નવરાત્રીની શરૂઆત થઈ છે.
માણેકચોકમાં ધામધૂમ પૂર્વક પધરાવી
ભાવનગરના સુપ્રસિદ્ધ શક્તિધામ ભંડારીયા ખાતે પ્રથમ નોરતે માતાજીની આંગી માણેકચોકમાં ધામધૂમ પૂર્વક પધરાવી આવી હતી. આજથી રાત્રિ જાગ માટે પ્રાચીન, ઐતિહાસિક નાટકોની કરાશે કરવામાં આવશે.
શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવાનું પરંપરાગત આયોજન
ગોહિલવાડના પ્રસિદ્ધ શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આસો નવરાત્રી મહોત્સવની સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે ઉજવણી કરવાનું પરંપરાગત આયોજન હાથ ધરાયું છે. નવરાત્રી ઉત્સવમાં હજારો ભાવિકો માતાજીના દર્શનાથે ઉમટી પડશે જે માટે હાલ વિવિધ વિભાગોમાં તૈયારી કરાઈ છે. અહીં આસો સુદ નવરાત્રી ઉત્સવ ઉજવણીની આગવી પરંપરા રહી છે.
નવરાત્રીના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં થનગનાટ
આજે નવરાત્રીના પ્રથમ દિવસે વહેલી સવારે ભંડારીયા નિજ મંદિરેથી માતાજીની આંગી વાજતે ગાજતે, ભૂંગળ અને ઢોલ નગર સાથે માણેકચોકમાં પધરાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારીયા મંદિર ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી. અહીંયા માણેકચોકમાં નવ દિવસ માતાજીનું ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવામાં આવે છે, માણેકચોકની અંદર કોઈપણ વ્યક્તિને ઉચા સ્થાને બેસવાની મનાઈ છે.
લોકો માણેકચોકમાં ભવાઈ નાટકોને નિહાળે છે
અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેકચોકમાં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે. બગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઇ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા અને આ ભવાઇ નાટકોને લઈને દાતાના રાજવીઓ દ્વારા ભંડારીયા ગામથી આવતા યાત્રીકોનો રાજાશાહીના સમયમાં મૂંડકી વેરો માફ કર્યો હતો.
Source link