- જૈન સમાજનું અનમોલ ઘરેણું એટલે કંચનબેન ગણેશમલજી ચૌહાણ લોબ
- જૈન સમાજ જપ, તપ, ઉપાસના, ભક્તિ અને તપશ્ચર્યાની આરાધના કરે છે
- મુંબઈમાં રહેતા 84 વર્ષના કંચનબેન ગણેશમલજી ચૌહાણ લોબની કઠિન તપશ્ચર્યાઓ
જૈન સમાજ જપ, તપ, ઉપાસના, ભક્તિ અને તપશ્ચર્યાની આરાધના કરતા હોય છે. મુળ મરુઘરમાં ખીમાડાના રેહવાસી જેઓ હાલ મુંબઈમાં રહેતા 84 વર્ષના કંચનબેન ગણેશમલજી ચૌહાણ લોબે અનેક કઠિન તપશ્ચર્યાઓ કરી રહ્યા છે.
84 વર્ષની ઉંમરમાં સંસારી હોવા છતાં સાધુથી આદકેરું જીવન જીવે છે. જેમણે પોતાના જીવનમાં ખૂબ જ તપસ્યા કરી છે અને આખું જીવન તપોમય બનાવી દીધું છે. કંચનબેન ગણેશમલજી ચૌહાણ લોબે 84 વર્ષના પોતાના જીવનકાળ દરમિયાન તેમણે 46 વર્ષીતપ, 14 સિદ્ધિતપ, 2 શ્રેણી તપ, 2 ભદ્ર તપ, 2 સમવસરણ તપ + સિંહાસન તપ, 12 માસક્ષમણ તપ, 68 ઉપવાસ, 45 ઉપવાસ, 20 ઉપવાસ, 17 ઉપવાસ, 16 ઉપવાસ, 15 ઉપવાસ (બે વખત), ચોમાસીની 6 અઠ્ઠાઈ, 1300 થી વધારે અઠ્ઠમ તપ, 229 થી વધારે છઠ્ઠ તપ, 13 વાર કાઠિયા તપ, 4 વાર શત્રુંજય તપ, 1 વાર નિગોદ નિવારણ તપ, 81 એક ધાનથી એક સાથે આયંબિલ, 9-9 વાર એક ધાનથી છેલ્લાં 50 વર્ષથી રોહિણી તપ, 500 આયંબિલ, 13 વર્ધમાન તપની ઓળી જેવા કઠિન તપ પોતાના કર્યા છે, અને હજુ પણ તેઓ તપ કરી પોતાનું જીવન તપોમય બનાવી દીધું છે. જેને લઇને જૈન શાસનનું દેવલોક જીનાલય – પાલીતાણાના બધા સદસ્યો તપસ્વીને ખૂબ ખૂબ અનુમોદના કરે છે.
કંચનબેન હાલમાં પોતાની 84 વર્ષની આયુમાં શેત્રુંજય ગીરીરાજની તળેટીમાં આવેલ મહારાષ્ટ્ર ભવનમાં ચાતુર્માસ આરાધના કરી રહ્યા છે. તેમના કરેલા આ તપોની જૈન સમાજમાં અનેક ચર્ચાઓ સાથે લોકો અનુમોદના કરે છે. તેમના આ કઠિન તપોની ચર્ચાઓ થઈ રહી છે.
Source link