- શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા મુખ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો
- અલંગની પ્રગતિને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : ઉદ્યોગકારો હાજર રહ્યા
- ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફુટપ્રિન્ટમાં 90% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર
ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિકસિત ભારત@2047ના સંકલ્પમાં પોર્ટ લેન્ડ ડેવલોપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફુટપ્રિન્ટમાં લગભગ 90% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. એમ તેમણે ઉમેર્યું હતું. અલંગનું શીપ બ્રેકીંગ યાર્ડ પણ વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ બને તે માટે અહીંના ઉદ્યોગકારોને નડતી નાની-મોટી સમસ્યાઓ નિવારવા અને અલંગની પ્રગતિને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત પોર્ટનો વિસ્તાર વધારવા માટે સરકારે તલસ્પર્શી આયોજન કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આજના અવસરે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, શીપ બ્રેકીંગ અને રિસાયકલિંગ માટે અનુકૂળ અલંગનો દરિયાકિનારો એ કુદરતની અમૂલ્ય ભેટ છે. અહીંના તમામ ઉદ્યોગને વેગવાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અસરકારક પ્રયાસ કરી રહી છે.
આ અવસરે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા નિર્મિત GPOFMS પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સર્વ ગૌતમભાઈ ચૌહાણ, જીએમબીના ભાવનગરના વડા રાકેશ મિશ્રા, શીપ રીસાકલીગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોમા રમેશભાઈ મેંદપરા, હરેશભાઈ પરમાર, સંજયભાઈ મહેતા, જીવરાજભાઈ પટેલ, જયંતભાઈ વનાણી વગેરે હાજર રહ્યા હતા.
Source link