NATIONAL

Bhopal: દિગ્વિજય સિંહના પુત્રના ઘરે થઈ ચોરી,રોકડ સહિત દાગીના ઉઠાવી ગયા ચોર

  • જયવર્ધન સિંહના ભોપાલ બંગલામાં ચોરોએ કરી ચોરી
  • ચાંદીના દાગીના અને કેટલીક કિંમતી ચીજવસ્તુઓ પણ ગાયબ થઈ ગઈ
  • બંગલામાં લગભગ 15 હજાર રૂપિયા રોકડા રાખવામાં આવ્યા હતા

મધ્યપ્રદેશમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. સામાન્ય લોકોની વાત તો છોડો અહીં રાજકારણીઓના ઘર પણ સુરક્ષિત નથી. ત્યારે હવે ચોરોએ એક નેતાના ઘરને નિશાન બનાવ્યું છે અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના પુત્ર ધારાસભ્ય જયવર્ધન સિંહના ઘરે બદમાશોએ ચોરીને અંજામ આપ્યો છે. પૂર્વ મંત્રી જયવર્ધન સિંહના ભોપાલ બંગલામાં ચોરોએ દરોડો પાડ્યો હતો અને રોકડ અને દાગીના સહિત કેટલીક કિંમતી વસ્તુઓ લઈ ગયા હતા. આ ચોરી લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે.

ધારાસભ્ય જયવર્ધન સિંહના ઘરે થઈ ચોરી

જયવર્ધન સિંહ રાઠોગઢથી કોંગ્રેસના ધારાસભ્ય છે. આ પહેલા તેઓ કમલનાથ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. હાલ તેઓ રાજધાની ભોપાલમાં ચાર ઈમલી ખાતેના સરકારી આવાસમાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેમના ઘરમાં ચોરી થઈ, ત્યારે ઘરમાં કોઈ હાજર નહોતું અને ઘર બહારથી બંધ હતું. બંધ ઘર જોઈને ચોરોએ ફાયદો ઉઠાવ્યો છે.

ચોરીની આ ઘટના 12મી ઓગસ્ટે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ સવારે જ્યારે સ્ટાફ તેના બંગલે પહોંચ્યો તો ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. ઘરમાં રાખેલી રોકડ રકમની તપાસ કરવામાં આવતા તે ગાયબ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બંગલામાં લગભગ 15 હજાર રૂપિયા રોકડા રાખવામાં આવ્યા હતા. આ સાથે ચાંદીના દાગીના અને કેટલીક કિંમતી ચીજવસ્તુઓ પણ ગાયબ થઈ ગઈ હતી.

પોલીસ ચોરોની શોધખોળ કરવામાં લાગી

આ મામલામાં હબીબગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી અજય કુમાર સોનીએ કહ્યું કે તેમને માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએલની ટીમને પણ ત્યાં બોલાવવામાં આવી હતી, જેણે ફિંગર પ્રિન્ટ લીધા હતા. તેમણે કહ્યું કે તેમની પાસે કેટલાક CCTV ફૂટેજ પણ છે, જેના આધારે કેટલાક શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

દિગ્વિજય સિંહે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા

ત્યાર બીજી તરફ પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે પોતાના પુત્રના ઘરે થયેલી ચોરીના મામલાને લઈને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે. તમને જણાવી દઈે કે ચાર ઈમલી વિસ્તાર ભોપાલના પોશ વિસ્તારોમાંનો એક છે. જયવર્ધન સિંહનો સત્તાવાર બંગલો સીબીઆઈ ઓફિસથી થોડે જ દૂર છે. નજીકમાં ધારાસભ્યો, IAS, IPS અને સરકારી અધિકારીઓના રહેઠાણો પણ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button