ભુજ શહેરમાં આવેલા ઐતિહાસિક હમીરસર તળાવ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે. નવરાત્રિ બાદ લોકોએ ગરબા તેમજ પૂજાની સામગ્રીનું તળાવમાં વિસર્જન કર્યું છે, જેના કારણે તળાવ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે.
હમીરસર તળાવની ભારે અવદશા જોવા મળી
ભુજ શહેરના મધ્યમાં આવેલા હમીરસર તળાવની ભારે અવદશા જોવા મળી રહી છે. નવરાત્રિ બાદ લોકોએ તળાવમાં ગરબાનું વિસર્જન કર્યું છે, જેના કારણે તળાવ દૂષિત બન્યું છે. એટલું જ નહીં લોકો પૂજાની સામગ્રી તેમજ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ તળાવમાં ઠાલવી રહ્યા છે. જેના કારણે હમીરસર તળાવમાં ઠેર ઠેર કચરો અને ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. ઐતિહાસિક તળાવની જાળવણી નહીં થવાના કારણે આજે તળાવની ભારે અવદશા જોવા મળી રહી છે.
નવરાત્રિ બાદ તળાવમાં ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું
હમીરસર તળાવ ભુજવાસીઓની લાગણી સાથે જોડાયેલું છે. અગાઉ પણ અનેકવાર તળાવ જાળવણી માટે નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તળાવની જાળવણી માટે પાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી. નવરાત્રિ બાદ તળાવમાં ગરબાનું વિસર્જન કરવામાં આવ્યું છે.
તાત્કાલિક તળાવની સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ
જેના કારણે પાણીમાં રહેલી જીવસૃષ્ટિને પણ નુકસાન થઈ રહ્યું છે. ગરબાની સાથે પૂજાની સામગ્રીનું તળાવમાં વિસર્જન કરાયું છે. પાલિકા દ્વારા તાત્કાલિક તળાવની સફાઈ કરવામાં આવે તેવી માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે ભુજ પાલિકાનું તંત્ર તળાવની સફાઈ કરવાનું મુહૂર્ત ક્યારે કાઢે છે, એ હવે જોવું રહ્યું!
ગઈકાલે ભુજ પોલીસ દ્વારા કરાયું શસ્ત્ર પૂજન
ગઈકાલે દશેરાના દિવસે ભુજ પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનવિધિમાં પોલીસ બેડાના હથિયારો જેવા રાયફલ, એકે 47, સહિત ઘણા હથિયારોનું શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના હસ્તે આ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ દળમાં રહેલા ઘોડાને પણ કંકુ તિલક કરી અને ગોળ ખવડાવીને પૂજન કરવામાં આવ્યું હતું.
Source link