GUJARAT

Bhuj: માતાના મઢ જવા માટે ભક્તોનું ઘોડાપૂર, ઠેરઠેર સેવા કેમ્પો ચાલુ કરાયા

નવરાત્રિમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનો મહિમા દિનપ્રતિદિન વધી રહ્યો છે, લાખો પદયાત્રીઓ ભુજ માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે. કચ્છના પ્રવેશ દ્વાર સામખીયાળીથી લઈને માતાના મઢ સુધી પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

પદયાત્રીઓનું ઘોડાપુર માતના મઢ જવા ઉમટી પડ્યું

નવરાત્રિમાં આશાપુરા માતાજીના દર્શન કરવાનું ધાર્મિક મહત્વ રહેલુ છે, પદયાત્રીઓનું ઘોડાપુર માતના મઢ જવા ઉમટી પડ્યું છે. માતાના મઢ સ્વયભું પ્રગટેલા આશાપુર માતાજીનો મહિમા અપરંપાર છે. માતાના મઢે દર્શન કરવા આવતા દર્શનાર્થી અનેક પ્રકારની માનતા માનીને માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે. માઈ ભકતો પગપાળા સંઘ સાથે માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે.

રસ્તાઓ આશાપુરા માતાજીના નાદ સાથે ગુંજી ઉઠયા

માતાના મઢે જતા પદયાત્રીઓને આવકારવા માટે ઠેર ઠેર સેવાકીય કેમ્પો ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં ભક્તો માટે ભોજન અને રહેવા માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે કેમ્પમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશ દેશાવરથી આવતા પદયાત્રીઓનો પ્રવાહ ભુજ વીંધી માતાના મઢ તરફ આગળ વધી રહ્યો છે. કચ્છના પ્રવેશ દ્વારા સામખીયાળી લઈને માતાના મઢ સુધીના તમામ રસ્તાઓ આશાપુરા માતાજીના નાદ સાથે ગુંજી ઉઠયા છે.

મંદિર સવારના 5 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. નવરાત્રી દરમિયાન મંદિર સવારના 5 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. માતાના મઢથી એક કિલોમીટર પહેલા માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મેગા કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં પદયાત્રીઓને રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સોની પરિવાર દ્વારા મંદિરની સાફ સફાઈ કરવામાં આવી

નવરાત્રિ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભુજમાં આવેલા આશાપુરા મંદિરમાં નવરાત્રિને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી. ભુજના સોની કારીગરો દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવી હતી. મંદિરમાં રહેલા તમામ સોના ચાંદીના આભૂષણોની સફાઈ કરવામાં આવી અને છેલ્લી ત્રણ પેઢીથી સોની પરિવાર દ્વારા મંદિરની સફાઈ કરવામાં આવે છે. વર્ષમાં બે વખત આસો અને ચૈત્ર નવરાત્રિમાં મંદિરના તમામ આભૂષણોની સફાઈ કરવામાં આવે છે.

આશાપુરા માતાજીના સિંહાસન, કળશ , પૂજામાં રાખવામાં આવતા વાસણોની સફાઈ કરવામાં આવી હતી. સોની પરિવાર દ્વારા વર્ષો જૂની પરંપરાને આજે પણ સમાજના લોકો આગળ ધપાવી રહ્યા છે. 30 જેટલા સોની કારીગરો મંદિરના તમામ આભૂષણો સફાઈ કરી અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button