GUJARAT

Bhujની બજારો દિવાળી પૂર્વ થઈ ધમધમતી, લોકોએ લોકલ ફોર વોકલને આપ્યું પ્રાધાન્ય

દિવાળીના તહેવાર લઈને ભુજની બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ભુજની બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી. દિવાળીના તહેવાર લઈને લોકોએ ખરીદીની શરૂઆત કરી દીધી છે. આ વર્ષે સીઝન સારી રહેવાની વેપારીઓને આશા છે.

લોકલ ફોર વોકલને પ્રાધાન્ય

દિવાળી ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ભુજની બજારમાં અત્યારથી લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે. ભુજની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી ઓનલાઇન શોપિંગનો લોકોમાં ભારે ક્રેજ જોવા મળતો હતો. પરંતુ હવે લોકો લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપી રહ્યા છે. હવે લોકો ફરી વાર બજારમાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે.

ભુજ બજારો ફરી થઈ ધમધમતી

આજે લોકો ઓનલાઇન શોપિંગ જગ્યાએ બજારમાંથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના કારણે બજારમાં ફરી વાર રોનક જોવા મળી રહી છે. ભુજની બજારમાં દિવાળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે ભુજ બજારો ફરી વાર ધમધમતી થઈ છે.

ગૃહિણીઓ ઘરને સજાવવાની વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા નવરાત્રિ મહોત્સવ પૂર્ણ થયો છે અને આ દરમિયાન પણ લોકોએ બજારમાંથી ધૂમ ખરીદી કરી છે અને તે દરમિયાન પણ લોકોની ભારે ભીડ બજારમાં જોવા મળી રહી હતી. ત્યારે હાલમાં હવે લોકો દિવાળીની ખરીદી કરવામાં લાગી ગયા છે અને ફટાકડા, મીઠાઈ, નવા વાહનો, મોબાઈલ, કપડા, બૂટ, અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

31 ઓક્ટોબરે ઉજવાશે દિવાળી

ઉલ્લેખનીય છે કે આગામી 29 ઓક્ટોબરથી દિવાળીના તહેવારનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 29 ઓક્ટોબરે ધનતેરસ, 30 ઓક્ટોબરે કાળી ચૌદશ, 31 ઓક્ટોબરે દિવાળી અને લક્ષ્મી પૂજન, 2 નવેમ્બરે બેસતુવર્ષ અને 3 નવેમ્બરે ભાઈબીજની ઉજવણી કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button