બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે મુખ્ય શૂટરની ધરપકડ કરી લીધી છે. STF ઉત્તર પ્રદેશ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં રવિવારે નાનપારા બહરાઈચ જિલ્લામાંથી શૂટર શિવકુમારની ધરપકડ કરી લેવામાં આવી છે.
નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો આરોપી
તમને જણાવી દઈએ કે મુખ્ય આરોપી શિવકુમાર નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, પરંતુ તે પહેલા જ પોલીસે જાળ બિછાવીને તેની ધરપકડ કરી લીધી છે અને તેનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. એસટીએફની ટીમની કમાન પરમેશ કુમાર શુક્લાના હેડક્વાર્ટર સ્થિત ટીમના સબ ઈન્સ્પેક્ટર જાવેદ આલમ સિદ્દીકીએ સંભાળીહતી. આ સિવાય અનુરાગ કશ્યપ, જ્ઞાનપ્રકાશ ત્રિપાઠી, આકાશ શ્રીવાસ્તવ અને અખિલેશેન્દ્ર પ્રતાપ સિંહની પણ શિવકુમારને આશરો આપવા અને નેપાળ ભાગી જવામાં મદદ કરવાના ગુનામાં ધરપકડ કરી લેવામાં આવી છે.
શિવકુમારે હત્યાને લઈને કર્યો મોટો ખુલાસો
આ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી અને શુટર શિવકુમારની ઉત્તરપ્રદેશ પોલીસે પૂછપરછ કરી તે દરમિયાન અનેક મોટા ખુલાસોઓ પણ કર્યો છે. શિવ કુમારની પૂછપરછ દરમિયાન તેને કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે. વધુમાં શિવ કુમારે ખુલાસો કર્યો હતો કે વિદેશમાં રહેતા લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈના કહેવા પર આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. શુભમ લોંકરે તેને અનમોલ બિશ્નોઈ સાથે ઘણી વખત વાત કરવા માટે પણ કહ્યું હતું.
માફિયા સ્ટાઈલની રીલ પોસ્ટ કરતો શિવકુમાર
સિદ્દીકી હત્યા કેસ વચ્ચે આરોપી શિવકુમાર ઉર્ફે શિવા ગૌતમ (20)ની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ હતી, જેમાં તે માફિયા સ્ટાઈલની REEL બનાવીને પોતાનો જલવો બતાવતો જોવા મળ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર એક જગ્યાએ, શિવ ગૌતમ KGF ફિલ્મના ડાયલોગ ‘પાવરફુલ પીપલ મેક પ્લેસિસ પાવરફુલ’ પર REEL અપલોડ કરતા હતા, જ્યારે બીજી જગ્યાએ તેમણે ભોજપુરી ગીત ‘નેતા ના કૌનો વિધાયક, મજનુ હમાર ખલનાયક હૈ’ પર એક REEL અપલોડ કરી હતી.
અગાઉ 2 શંકાસ્પદ શૂટર્સ સહિત 11 લોકોની કરાઈ છે ધરપકડ
તમને જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે શનિવારે જ પોલીસે 2 શંકાસ્પદ શૂટર્સ સહિત કૂલ 11 લોકોની ધરપકડ કરી હતી. જોકે, તેમાં મુખ્ય શૂટર અને 2 કાવતરાખોરો ફરાર હતા. હાલમાં તપાસ ટીમ તમામ સંભવિત એંગલથી કેસની તપાસ કરી રહી છે.
Source link