BZ ગ્રૂપ કૌંભાડમાં મોટો ખુલાસો થયો છે જેમાં 6000 કરોડના કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં તો છે સાથે સાથે તેણે બીજા લોકોના જીવનની પથારી ફેરવી નાખી છે અને તે વિદેશમાં જલસા કરી રહ્યો છે,ઝાલા ભૂગર્ભમાં હોવાથી ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટની મુશ્કેલી વધી છે અને BZ ગ્રૂપ દ્વારા ખરીદાયું હતું ગ્રોમોર કેમ્પસ તો શિક્ષકોનો આક્ષેપ છે કે,એક મહિનાથી 350 શિક્ષકોનો પગાર થયો નથી જેના કારણે ઘર ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે.
શિક્ષકોની વધી મુશ્કેલી
ગ્રોમોર કેમ્પસમાં ફરજ બજાવતા શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે જેમાં 3500 વિદ્યાર્થીઓ અને 350 કર્મચારી અને શિક્ષકોનો સ્ટાફ છે,તો ગ્રોમોર ઇન્સ્ટિટયૂટમાં શિક્ષકે રાજીનામું આપ્યું છે તો આગામી આગામી દિવસમાં એક બાદ એક શિક્ષક રાજીનામાં આપી શકે છે,મહત્વનું છે કે,ભૂપેન્દ્ર ઝાલા અને તેમની માતાની સહીથી ખર્ચ અને પગાર થાય છે જેને લઈ હાલમાં પગાર અટકી ગયો છે,શિક્ષકોની માંગ છે કે,સરકાર તેમજ શિક્ષણ વિભાગ તાત્કાલિક પગલા ભરે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની કરાઈ છે અટકાયત
મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ CID ક્રાઈમ છેલ્લા એક મહિનાથી તપાસ કરી રહી છે. CIDની ટીમને આ કૌભાંડમાં મોટી સફળતા મળી છે. ક્રાઈમની ગ્રોમોર કેમ્પસમાં તપાસ માટે પહોંચી હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ક્રાઈમ બ્રાન્ચે ભૂપેન્દ્ર ઝાલાના મોટા ભાઈની ધરપકડ કરી લીધી છે. જોકે, ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પરંતુ મોટાભાઈ રણજીતની ધરપકડ થતા મહત્વની માહિતી મળી શકે છે.
23 બેંક એકાઉન્ટ અલગ-અલગ છે
બીઝેડ ગ્રુપના કૌંભાડનો આંકડો મોટો છે,આ સમગ્ર કેસની વાત કરવામા આવે તે BZ ફાઇનાન્સ સર્વિસના 4 બેંક ખાતા છે,પરબતસિંહ ઝાલના નામે 3 બેંક ખાતા ખોલાવ્યા હતા તો રણજિતસિંહ ઝાલાના નામે 4 બેંક ખાતા ખોલવામાં આવ્યા છે,BZ મલ્ટી ટ્રે઼ડ, BZ ઈન્ટરનેશનલ બ્રોકિંગના 3 બેંક ખાતા સામે આવ્યા છે,મધુબેન ઝાલાના નામે 2, BZ ટ્રેડર્સના 3 બેંક ખાતા મળી આવ્યા છે,કપાસના બોગસ ખરીદ-વેચાણથી મની લોન્ડરિંગની આશંકા પણ પોલીસે વ્યકત કરી છે.
ભૂપેન્દ્રસિંહે કરોડોની મિલકત વસાવી
આ સમગ્ર કેસમાં ધીરે ધીરે પોલીસને અનેક મહત્વની કડીઓ હાથે લાગી રહી છે,ઝાલાએ કુલ 11થી પણ વધુ કંપનીઓ ખોલી હતી તો 2 વર્ષમાં ભૂપેન્દ્ર ઝાલાએ 30 થી 35 કરોડની સંપતિ પણ ખરીદી છે,પ્રાથમિક તપાસમાં મળ્યા 304 કરોડના નાણાકીય વ્યવહાર.પોલીસે સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં જે લોકો ભોગ બન્યા છે તેમના નિવેદનો નોંધી ફરિયાદ પણ નોંધવામાં આવી છે,સાથે સાથે પોલીસ દ્વારા અલગ-અલગ શિક્ષકો કે જે આ ઝાલા સાથે જોડાયેલા હતા અને કામ કરતા હતા તેમના પણ નિવેદનો નોંધ્યા છે.
BZ ગ્રુપ દ્વારા 6000 કરોડનું કૌભાંડ
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં રહેતા BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસીંહ ઝાલાએ રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6,000 કરોડનું કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે ગાંધીનગર CID ક્રાઈમે અલગ અલગ ટીમ બનાવી સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં અનેક મહત્વના દસ્તાવેજો તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે.
Source link