GUJARAT

Kutchમાં ભૂકંપનો મોટો આંચકો, છેલ્લા 1 મહિનામાં ગુજરાતમાં ભૂકંપના 3 ઝટકા

  • કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
  • રાતે 9.37 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિમી દૂર નોંધાયું

કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. રાતે લગભગ 9.37 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિમી દૂર નોંધાયું છે. ત્યારે હાલમાં ભૂકંપના આંચકા બાદ રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 1 મહિનામાં ભૂકંપના 3 ઝટકા અનુભવાયા

તમને જણાવી દઈએ કે છેલ્લા 1 મહિનામાં રાજ્યમાં ભૂકંપના 3 વખત આંચકા આવી ચૂક્યા છે. અગાઉ 9 ઓગસ્ટના રોજ પણ કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. 9 ઓગસ્ટે બપોરે 1.49 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને જેની તીવ્રતા 2.6 નોંધાઈ હતી અને ભચાઉથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

અગાઉ 3 ઓગસ્ટે પણ 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

ત્યારે આ પહેલા 3 ઓગસ્ટે પણ કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો નોંધાયો હતો. 3 ઓગસ્ટે મોડી રાત્રે 12. 55 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તે સમયે પણ 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને ભચાઉથી 22 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

17 ઓગસ્ટે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં 3.9 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે આ 17 ઓગસ્ટે મહારાષ્ટ્રના પાલઘરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દહાણુ, ચારોટી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ કાસા, ગંજાડ સહિતના વિસ્તારમાં આંચકા અનુભવાયા હતા. 3.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતા અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ત્યારે 20 ઓગસ્ટે જમ્મૂ કશ્મીરમાં પણ એક પછી એક એમ બે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેમાં એક ઝટકો 4.4ની તીવ્રતાનો અને બીજો ભૂકંપનો ઝટકો 4.6ની તીવ્રતાનો અનુભવાયો હતો.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button