સુરત શહેરમાં દિવસેને દિવસે વધતા પ્રદૂષણને ધ્યાને રાખી પર્યાવરણ બચવવાં સુરત મહાનગર પાલિકા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સુરત મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કરી એટલે કે કચરા માંથી કાળું સોનું બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે.
વર્મી કમ્પોસ્ટિંગ ટેસ્ટિગ ખાતર
સુરત મહાનગર પલિકા દ્વારા વર્મી કમ્પોસ્ટિંગ ટેસ્ટિગ ખાતર બનાવવામાં આવી રહ્યું છે. વર્મી કમ્પોસ્ટ એટલે કે ખાતરમાં વિવિધ જાતના અળસીયાઓનો ઉમેરો કરી બનાવેલું ખાતર, અળસિયા ઉમેરી બનાવવામાં આવતા ખાતરને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે.આ અંગે ખાતરના ઇન્ચાર્જ અને સુરત મહાનગર પાલિકા દ્વારા ખાતર ટેસ્તિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે.અત્યાર સુધી સુરત શહેરના તમામ મંદિરોમાં તથા દરગાહમાં ચડાવવામાં આવતા ફૂલ-હાર તાપી નદીમાં કે કચરામાં ફેંકી દેવામાં આવતા હતા.
કચરાનો સદ ઉપયોગ
આજ ફૂલ હારના કચરાનો સદ ઉપયોગ સુરત મનપા દ્વારા કરવામાં આવ્યો છે.ગાર્ડનના વૃક્ષો તેમજ ડીવાઈડરમાં ઉગાડેલા વૃક્ષો માટે લાખો રૂપિયા ખર્ચી ખાતર લાવું પડતું હતું.હવે મનપા દ્વારા વર્મી કમપોસ્ટિંગ પ્લાન્ટની મદદથી 7 લાખ રૂપિયાથી વધુની રકમ બચવવામાં આવી રહી છે.એક બાજુ મનપાના ખર્ચની બચત થઈ રહી છે તો બીજી બાજુ પોતાનું બનાવેલા ખાતરનો ઉપયોગ કરી પાલિકાના ગાર્ડન અને ડીવાઈડરના વૃક્ષો માટે આ ખાતર ઉપયોગી બન્યું છે.
ગાર્ડન વિભાગની ટીમ દ્વારા એકઠો કરવામાં આવે કચરો
મંદિરોમાંથી નીકળતા ફૂલહારના કચરાને પાલિકા ગાર્ડન વિભાગની ટીમ દ્વારા એકઠો કરવામાં આવે છે અને ત્યાર બાદ આ તમામ કચરાને ચોકબજાર ખાતે મૂકી ફૂલહારના કચરામાંથી મનપા શુધ્ધ કુદરતી ખાતર તૈયાર કરતી હોય છે. ખાતર તૈયાર થયા પછી તેને શહેરના વિવિધ ગાર્ડનો તેમજ ડીવાઈડર માં ઉગાડેલા વૃક્ષો લેવામાં આવે છે.આ સમગ્ર પ્રકિયા મેન્યુલી કરવામાં આવે છે.જેમાં ઘણી મહેનત લાગે છે.જો કે ખાતર બની ને તૈયાર થતા ઘણું ઉપયોગી બને છે.જ્યારે દેશ વિદેશ થી આવતા લોકો પણ અહી ના ખાતર પ્લાન્ટ ની વિજિત કરી પોતાના દેશમાં સપ્લાય કરતા હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
પ્રોજેકટને લોકોએ વખાણ્યો
વિદેશમાં થતી એટલે કે થાઇલેન્ડ અને નેપાળમાં પણ આ પ્રોજેક્ટ વખણાઈ રહ્યું છે અને ઘણા વિદેશીઓ જેવા કે થાઇલેન્ડ અને નેપાળમાં લોકો દ્વારા સુરત ના પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લઇ પોતાના શહેરમાં પ્રોજેક્ટ સ્થાપવા માહિતી મેળવી તેના પણ કાર્ય કરી રહ્યા છે.
01-એપ્રિલ 2023 થી માર્ચ 2024 સુધીમાં 2 લાખ 70 હજાર કિલો વેસ્ટ આવ્યો હતો અને સેંગરિકેશન કર્યા બાદ 2 લાખ 26 હજાર કિલો વેસ્ટ ને પ્રોસેસ કરી ને 70 હજાર કિલો થી વધુ ખાતર બનાવા આવ્યું છે.
02-ગણેશ ઉત્સવ દરમિયાન તારીખ 7 થી લઈ ને 18 તારીખ સુધીમાં કુલ વેસ્ટ 20 હજાર કિલો આવ્યો હતો, જેમાં વિસર્જન ના દિવસ નો વેસ્ટ 9800 કિલો આવ્યો છે, જેમાંથી 30 ટકા જેટલું ખાતર બને તેવી પુરે પુરી શક્યતાઓ સેવાઈ રહી છે.
Source link