રાજકોટના જંકશન પ્લોટ પાસે આવેલા સિંધી કોલોની મેઇન રોડ ઉપર જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો. એલપીજી સિલિન્ડરના કારણે બ્લાસ્ટ થયાનું અનુમાન છે. બ્લાસ્ટમાં બે વ્યક્તિ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
બ્લાસ્ટના અવાજના કારણે લોકોના ટોળેટોળા એકત્રિત થયા
રાજકોટ જંક્શન વિસ્તારમાં આવેલા સિંધી કોલોની પાસે ભીસ્તીવાડ મેઈન રોડ પર આવેલી જલારામ બેકરીમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓ દાજી ગયા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગેસ લીકેજના કારણે ઘટના બન્યાની આશંકા પોલીસ ફાયર બ્રિગેડ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. વિમલ યાદવ, કમલ યાદવ નામના બે બિહારના ભાઈઓને સામાન્ય ઇજા થઈ છે, કોઈ જાનહાની થવા પામેલ નથી. જલારામ બેકરીમાં થયેલ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે સાંઢીયા પુલ સુધી તેનો અવાજ સંભળાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો. બનાવ જીએસપીસી ગેસ લાઈન લીકેજના કારણે સર્જાયાનું અનુમાન છે, બ્લાસ્ટની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.
રાજકોટના જંકશન વિસ્તારમાં જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું એકઠું
પ્રાપ્તા માહિતી પ્રમાણે રાજકોટના જંકશન વિસ્તારમાં સિંધી કોલોની પાસે સોમવારે સાંજે એકાએક જલારામ બેકરીમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના સ્થળે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઈ ગયું છે. આ બનાવની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા
ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બ્લાસ્ટમાં બે લોકો ગંભીર રીતે દાઝ્યા છે જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
Source link