બોડેલી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ગત બુધવારે કિકાવાડાની પરણિત યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. યુવતી ઝંપલાવ્યું હોવાની માહિતી ફાયર ફાયટર સહીત સ્થાનિક તરવૈયાઓને થતા શોધખોળ કરી હતી. જો કે, યુવતીનો કોઈ પતો મળ્યો ન હતો. જયારે બીજા દિવસે કેનાલમાં નજીકમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
યુવતીએ કયા કારણોસર નહેરમાં મોતની છલાંગ લગાવી તે રહસ્ય અકબંધ છે. જેને લઇ સમગ્ર બોડેલી નગરમાં તેમજ તાલુકામાં અનેક તર્ક વિતર્ક અંકબંદ્ધ છે. છોટાઉદેપુર તાલુકાના રોઝકુવા કૂવા ગામે રહેતા ભુરાભાઈ મોહનભાઈ રાઠવાની પુત્રી સોનલ રાઠવાના લગ્ન લગભગ બે વર્ષ પૂર્વે કિકાવાડા ગામે રહેતા અંકિત રાઠવા સાથે થયા હતા. સોનલ રાઠવા છોટાઉદેપુરના ફ્તેપુરા વિસ્તારમાં નર્સિગ કોલેજમાં અભ્યાસ કરતી હોય ગઈકાલે સવારે નર્સિગ કોલેજ ખાતે અભ્યાસ અર્થે જવાનું કહી ઘરેથી નીકળી હતી.
સોનલ રાઠવા બોડેલી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર પાસે આવી તેના પતિ અંકિત રાઠવાને વોટ્સએપના માધ્યમથી કેનાલનો ફોટો મોકલ્યો હતો. જે ફોટો થોડાક સમયમાં અંકિત સહિત તેના પરિજનો જોતા ચિંતામાં મુકાયા હતા. અને બોડેલી નર્મદા મુખ્ય નહેર પાસે શોધખોળ કરી હતી. પરંતુ તેણીનો કોઇ પત્તો મળ્યો નહતો. આજે બીજા દિવસે ગુરુવારે શોધખોળ કરતા બોડેલી નજીક નર્મદા નહેરમાંથી સોનલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યો હતો.
Source link