રાજપીપળામાં 20 વર્ષથી ચાલતી માં કામલ નર્સિંગ કોલેજ સામે ફરિયાદો ઉઠતા જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે SITની રચના કરી છે અને આ તપાસમાં જાણવા મળ્યું કે નર્સિંગ કોલેજ પાસે ગુજરાત સરકાર માન્ય કોઈ સર્ટિફિકેટ જ નથી.
20 વર્ષથી ચાલતી હતી નર્સિંગ કોલેજ
માં કાલમ બોગસ નર્સિંગ કોલેજ હોવાની વાત કરી આપના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં યુવાનો સાથે નર્મદાના કલેકટર કચેરી સામે ધરણા પર બેઠા અને સંસ્થા વિદ્યાર્થીની ફી પાછી આપે, ડોક્યુમેન્ટ પાછા આપે અને GNM ક્લીઅર કરી આપે તેવી માગ કરી છે. રાજપીપળા ખાતે ચાલતી માં કામલ નર્સિંગ કોલેજ સામે વિદ્યાર્થીઓએ અનેક આક્ષેપો કરતા આ 20 વર્ષથી ચાલતી નર્સિંગનો મુદ્દો છેલ્લા 15 દિવસથી ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ માં કામલ ફાઉન્ડેશનની બોગસ નર્સિંગ કોલેજનો પર્દાફાશ કર્યો હતો. આ મુદ્દા પર નર્મદાના કલેક્ટર અને એસપી કચેરી સામે મોટી સંખ્યામાં યુવાનોની સાથે રાખીને ધરણા ઉપર બેઠા હતા. આ વિવાદમાં નર્મદા પોલીસે આ નર્સિંગ કોલેજ સામે તપાસના આદેશ કર્યા અને એક SITની રચના કરી, હવે આ ટીમ તપાસ કરશે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણા કરી કર્યો વિરોધ
કામલ નર્સિંગ કોલેજ દ્વારા બેંગલોરની કોલેજ સાથે ટાઈઅપ કરીને નર્સિંગનો 3 વર્ષનો કોર્ષ કરાવવામાં આવે છે. 12 ધોરણના વિદ્યાર્થીઓનો કોન્ટેક્ટ કરી આ સંસ્થા પ્રવેશ અપાવતા આવા 150થી વધુ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય માં કામલ નર્સિંગ કોલેજમાં તેમણે ઓરીજનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને લાખોની ફી ભરીને એડમિશન લીધું, ત્રણ વર્ષથી કોઈ સ્કોલરશીપ આપવામાં આવી નથી અને ત્રણ વર્ષથી કોઈ કોચિંગ કે તાલીમ આપવામાં આવી નથી. આજ સુધી કોઈ યુનિવર્સિટી જોઈ નથી. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફી ભરી હતી તેમને પણ પરીક્ષામાં બેસવા દીધા નથી. જેના કારણે વિદ્યાર્થીઓના ત્રણ ચાર વર્ષ બગડી ગયા છે અને તેઓનું ભવિષ્ય અંધકારમય પણ બન્યું છે. આજે આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતામાં છે.
બોગસ નર્સિંગ કોલેજની તપાસ કરવા આદેશ
આ સમગ્ર મામલાની ફરિયાદ મળતા મેં ઈન્ચાર્જ સિવિલ સર્જન પ્રકાશ કોઠારીએ તપાસ કરી હતી અને તેમને જણાવ્યું હતું કે નર્સિંગ કોલેજની મુલાકાત લઈને જોયું કે બોગસ ટ્રસ્ટ દ્વારા નર્સિંગ કોલેજ ચાલે છે. ત્યારે હાલમાં તો નર્મદાના એસપી દ્વારા એસઆઈટીની રચના કરી સમગ્ર બોગસ નર્સિંગ કોલેજની તપાસ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ જે પૈસા પણ ભર્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે.
Source link