મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની 2008માં આવેલી સુપરહિટ ફિલ્મ ગજની માત્ર બોક્સ ઓફિસ પર જ સુપરહિટ નહોતી રહી પરંતુ તેમાં તેની બોડીને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી.હવે આ ફિલ્મની સિક્વલનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
ફિલ્મ મેકર્સ ઇચ્છે છે કે, તેનાં હિન્દી અને તમિલ વર્ઝનને એકસાથે શૂટ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, સૂર્યાએ ગજનીના તમિલ વર્ઝનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનાં નિર્માતા અલ્લૂ અરવિંદે આમિર ખાન સાથે આ અંગે ચર્ચા કરી હતી. ત્યારપછી નિર્માતાઓએ આમિરને એક આઇડિયા સંભળાવ્યો જેને તેણે વિકસાવવાની વિનંતી કરી હતી. આ દરમિયાન સાઉથના સુપરસ્ટાર સૂર્યાએ કહ્યું કે, અલ્લૂ અરવિંદે તમિલમાં ગજની-2 બનાવવાની યોજના બનાવી છે. એક ઇન્ટરવ્યૂમાં સૂર્યાએ કહ્યું કે, લાંબા સમય પછી અલ્લૂ અરવિંદને ગજનીની સિક્વલનો વિચાર આવ્યો અને પૂછયું કે શું તે શક્ય બનશે ? મેં કહ્યું, સાહેબ, આપણે તેનાં વિશે વિચારી શકીએ છીએ. હા, વાત શરૂ થઈ છે. ગજની-2 બની શકે છે. અલ્લૂ અરવિંદ ગજની 2ના હિન્દી અને તમિલ વર્ઝનને એકસાથે શૂટ કરવા માંગે છે. એક સૂત્રએ જણાવ્યું કે, ફિલ્મો સમગ્ર ભારતનાં પ્રેક્ષકોને ટાર્ગેટ કરતી હોવાથી તેની રિમેક કરવી મુશ્કેલ બની રહી છે. સૂત્રનું કહેવું છે કે, આમિર અને સૂર્યા બંને ગજની-2ને લઈને ઉત્સાહિત છે પરંતુ તેને રિમેક કહેવામાં આવે તે અંગે સાવચેત છે.
Source link