આવતા વર્ષે માર્ચમાં ‘પિંક સિટી’ જયપુરમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો થશે. હિન્દી સિનેમાના સૌથી મોટા એવોર્ડ ઇન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA)ના આયોજન માટે રવિવારે એક સમજૂતી થઈ હતી.
જયપુરના આલ્બર્ટ હોલમાં આયોજિત આ સમારોહમાં રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દિયા કુમારી પણ હાજર રહ્યા હતા. ટૂરિઝમ કમિશનર વિજય પાલે આ 25મા IIFA એવોર્ડ શો માટે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે IIFAના ઉપાધ્યક્ષ સુરેશ અય્યર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ આવતા વર્ષે 7થી 9 માર્ચ દરમિયાન જયપુરમાં યોજાશે. IIFA એવોર્ડ શો 7 માર્ચથી જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (JECC) ખાતે ત્રણ દિવસ માટે યોજાશે. ભારતમાં તે બીજી વખત આયોજિત થશે, આ પહેલાં વર્ષ 2019માં મુંબઈમાં તેનું આયોજન થયું હતું. જયપુરમાં IIFAનું આયોજન પ્રવાસન અને ઉદ્યોગની દૃષ્ટિએ ફાયદાકારક રહેવાની અપેક્ષા છે. પ્રવાસી ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે, સેલિબ્રિટીના આગમન સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની માંગમાં વધારો થશે. જયપુર લિટરેચર ફેસ્ટિવલ અત્યાર સુધી જયપુરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત સૌથી મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ છે.
ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ કહ્યું ‘જયપુરમાં IIFAની 25મી આવૃત્તિ યોજવી એ પ્રવાસન દૃષ્ટિકોણથી એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. આજે અમે IIFA ટીમ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. જયપુર ભારત બીજું શહેર હશે જ્યાં IIFAનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાઇઝિંગ રાજસ્થાનની પહેલ છે. આ ઇવેન્ટ માર્ચમાં યોજાશે. મનોરંજન અને પર્યટનના સંદર્ભમાં અહીં અનેક પ્રકારના રોકાણ થશે. આ ત્રણ દિવસીય એવોર્ડ સમારોહ હશે. એક દિવસ મ્યુઝિક એવોર્ડ્સ હશે. બીજા દિવસે ફ્લ્મિ એવોર્ડનું આયોજન કરવામાં આવશે.’IIFA ના ઉપાધ્યક્ષ સુરેશ અય્યરે કહ્યું
અમે રાજસ્થાન આવીને ખૂબ જ ખુશ છીએ. આપણી આ ઘટના વૈશ્વિક છે. મુંબઈ પછી હવે અમે ભારતમાં જયપુર તરફ્ આગળ વધી રહ્યા છીએ. રાજસ્થાન હંમેશા બોલિવૂડની નજીક રહ્યું છે. આ પ્રસંગથી ઐતિહાસિક અનુભવનો લાભ મળશે. રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આ ઇવેન્ટ ખૂબ જ ખાસ બનવાની છે.’
Source link