Bollywood: સી.શંકરનની બાયૉપિકમાં અક્ષય કુમાર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
ધર્મા પ્રોડક્શન ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ્ સી. શંકરન નાયર’ બાયૉપિક સાથે આવી રહ્યું છે, જે કરણસિંઘ ત્યાગી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે, 2025માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે
હાલ બોલિવૂડ એવા સમયમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યારે બાયૉપિક બહુ ખાસ ચાલતી નથી. સારી સ્ટોરીલાઇન હોય તેમજ છતાં ‘મૈદાન’ જેવી મોટા બેનરની ફ્લ્મિો ચાલતી નથી. સામે ‘ચંદુ ચેમ્પિયન’ને સારો પ્રતિસાદ પણ મળ્યો. ત્યારે હવે કેટલાંક એવા અહેવાલો આવી રહ્યા છે કે ધર્મા પ્રોડક્શન ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ્ સી. શંકરન નાયર’ બાયૉપિક સાથે આવી રહ્યું છે, જે કરણસિંઘ ત્યાગી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. આ ફ્લ્મિમાં અક્ષય કુમાર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમજ આ ફ્લ્મિ આવતા વર્ષે રિલીઝ થશે. સી શંકરન, એ વ્યક્તિ હતા જેમણે જલિયાંવાલા બાગના નરસંહારની ઘટના બાબતે બ્રિટિશ સરકાર વિરુદ્ધ કેસ કર્યો હતો. આ ફ્લ્મિમાં અક્ષય કુમાર અને અનન્યા પાંડે બંને વકીલની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અક્ષય એક સિનિયર અને ખૂબ સન્માનનીય વકીલના રોલમાં છે, જ્યારે અનન્યા હજુ કરિયરની શરૂઆતના તબક્કામાં છે અને અક્ષયનું માર્ગદર્શન લેવા ઇચ્છે છે. તેમની વચ્ચે કોઈ રોમાન્સનો એંગલ જોવા મળશે નહીં.
આ ફ્લ્મિ મોટા ભાગે આવતા વર્ષે રિલીઝ થશે. કરણ જોહર અને ધર્મા પ્રોડક્શન હાલ ‘જિગરા’ની રિલીઝમાં વ્યસ્ત છે. જેમાં આલિયા ભટ્ટ અને વેદાંગ રૈના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ગયા વર્ષે એવા અહેવાલો આવેલાં કે કરણ જોહર કોઈ બાયૉપિક પર કામ કરી રહ્યો છે. આ ફ્લ્મિનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે, જેના માટે અક્ષય દિલ્હીના જામા મસ્જિદમાં શૂટ કરી ચૂક્યો છે અને મુંબઈના ગોરેગાંવમાં પણ તેનું શૂટ થયું હતું જ્યાં જલિયાંવાલા બાગનો એક મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.
Source link