ENTERTAINMENT

Bollywood: મારી પાસે તો થાર જ નથી,હું હંમેશાં જવાબદારીપૂર્વક ડ્રાઇવ કરું છું:બાદશાહ

સિંગર અને રેપર બાદશાહે આરોપોને નકારી કાઢયા છે કે ગુરુગ્રામ ટ્રાફ્કિ પોલીસે ટ્રાફ્કિ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને અને તેની ટીમ પર 15,500 રૂપિયાનો દંડ ફ્ટકાર્યો હતો. બાદશાહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી,

જેમાં તેણે લખ્યું હતું કે ‘ભાઈ, મારી પાસે થાર પણ નથી અને ન તો હું તે દિવસે ગાડી ચલાવી રહ્યો હતો. મને સફેદ વેલફયરમાં લાવવામાં આવી રહ્યો હતો અને અમે હંમેશા જવાબદારીપૂર્વક વાહન ચલાવીએ છીએ, પછી તે કાર હોય કે ગેમ્સ. આ સિવાય બાદશાહની ટીમે પણ મંગળવારે રાત્રે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 15 ડિસેમ્બરે દિલ્હી એનસીઆરમાં કરણ ઔજલાના કોન્સર્ટ બાદ બાદશાહે ટ્રાફ્કિ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને રોંગ સાઈડમાં ગાડી ચલાવી. તેના પર અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા છે. ટીમે કહ્યું કે બાદશાહ અને તેની ટીમના કોઈપણ વાહનો પર કોઈ દંડ ફ્ટકારવામાં આવ્યો નથી. તેઓ સમગ્ર તપાસમાં સહકાર આપી રહ્યા છે અને ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button